Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટેસ્ટીંગ, મળી આવ્યાં 26 પોઝિટિવ કેસો

AMC દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટેસ્ટીંગ, મળી આવ્યાં 26 પોઝિટિવ કેસો

0
245
  • કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતાં મજૂરો પોઝિટિવ આવતાં કોર્પો.નું નવતર પગલું
  • વધુ પડતાં પરપ્રાંતિય શ્રમિકો આવતાં હોવાથી નિર્ણય લેવાયો
  • ગત સપ્તાહમાં 225 કરતાં વધુ શ્રમિકો વિવિધ સાઇટો પરથી પોઝિટિવ મળી આવ્યાં હતાં

અમદાવાદઃ વૈશ્વિક કોરોનાની મહામારીમાં સૌથી વધુ કોરોનાના કેસોમાં ભારત દેશ વિશ્વમાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. દેશમાં કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધતા જાય છે. જેથી દરેક રાજ્ય આ બાબતે સતર્ક થતું જાય છે. જેથી હવે અમદાવાદમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે શહેરમાં પ્રવેશતાં પહેલાં જ મજૂરોના ટેસ્ટીંગ (Ahmedabad railway station rapid test) કરી દેવાનો નિર્ણય કરાયો છે. જેના ભાગરૂપે જ આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હેલ્થ ટીમે અમદાવાદ રેલવે સ્ટેશન પર ડેરાતંબુ નાંખીને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં સવારના સમયમાં જ 26 પોઝિટિવ કેસો મળી આવ્યાં હતાં.

દિવસ દરમિયાન 3 ટ્રેનો આવતી હોવાથી તમામ મુસાફરોનું નિયમિત ટેસ્ટીંગ કરવાનું નક્કી કર્યું છે. સાંજ સુધીમાં આ આંકડો વધવાની પુરેપૂરી શક્યતા સેવાઇ રહી છે. તમને જણાવી દઇએ કે અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી હાથ ધરાયેલા સ્પેશિયલ ટેસ્ટીંગ કાર્યક્રમમાં પરપ્રાંતથી રોજીરોટી કમાવવા અમદાવાદ આવતાં કામદારો/ મજૂરોના કેસો વધુ હાથ લાગ્યા છે. જેના લીધે શહેરમાં સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટીંગ (Ahmedabad railway station rapid test) માં વધારો કરી દેવાયો છે.

Ahmedabad Railway Station

આ પણ વાંચોઃ કોરોના વેક્સીનને લઇ રશિયા સાથે ભારતની વાતચીત શરૂ, જલ્દી મળશે ખુશખબરી

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી સ્પેશ્યલ ટેસ્ટીંગની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કન્ટ્રકશન સાઇટથી માંડીને તેમની કોલોની તેમજ શો રૂમો વગેરે સ્થળોને પસંદ કરીને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન ગત સપ્તાહમાં 225 કરતાં વધુ શ્રમિકો વિવિધ સાઇટ પરથી પોઝિટિવ મળી આવ્યા હતાં. તેમાં આ શ્રમિકો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા ઝારખંડથી આવ્યા હોવાની હકીકત જાણવા મળી હતી. તેમાંય યુનિવર્સીટી જીએમડીસી ગ્રાઉન્ડ પાસેની પી.એસ.પી. કોલોનીમાંથી પણ વધુ કેસો મળી આવ્યા હતાં.કોર્પોરેશન દ્વારા બાંધકામની સાઇટો પર ટેસ્ટીંગની કામગીરી શરૂ

કોર્પોરેશને શહેરમાં ઓનગોઇંગ બાંધકામની સાઇટો પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં પણ અવિરતપણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા મળવાનું ચાલુ રહ્યું હતું. બીજી બાજુ શો રૂમ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, બી.એમ. ડબલ્યુના શો રૂમ તેમજ વર્કશોપ વગેરે સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. તેની સાથોસાથ સાઇટના સંચાલકોને નોટીસો ફટકારવાનું પણ શરૂ કર્યું હતું. આમ AMCના હેલ્થ વિભાગની ટીમ રિતસરની ત્રાટકી છે. જયાં કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમજ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Ahmedabad Railway Station

આ કામગીરી હજુ અવિરતપણે ચાલુ છે ત્યાં આજથી અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બહારગામથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ફરજિયાત ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સવારે દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના મુસાફરોનું ટેસ્ટીંગ થયું હતું. આ ટેસ્ટીંગની કામગીરી દરમ્યાન 26 કેસો પોઝિટિવ મળી આવ્યાં હતાં. તેઓને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. તો ગંભીર લક્ષણો હોય તેવા મુસાફરને કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આ પણ વાંચોઃ વલસાડથી પાલઘર (મુંબઇ) સુધી સતત ભૂકંપ અને જમીનની તિરાડોથી ફેલાયો ભય