Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના વકર્યો : અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ‘હાઉસફુલ’, વેન્ટિલેટર સાથેના માત્ર ICU બેડ મર્યાદિત

કોરોના વકર્યો : અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ‘હાઉસફુલ’, વેન્ટિલેટર સાથેના માત્ર ICU બેડ મર્યાદિત

0
230
  • શહેરમાં 64 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલો (ahmedabad private hospitals) ઉપલબ્ધ
  • આ હોસ્પિટલોમાં વેન્ટિલેટર સાથેના માત્ર 16 આઈસીયુ બેડ જ ખાલી
  • અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ ર્નિંસગ હોમ્સ એસોસિયેશન દ્વારા આંકડાઓ બહાર પડાયાં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે એવામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં તો કેસો હજી પણ વધતા જઇ રહ્યાં છે. એમાંય અમદાવાદ તો કોરોનાની એન્ટ્રી થયાના સમયે કોરોનાનું હોટસ્પોટ બની ગયું હતું. ત્યારે શહેરમાં 64 ખાનગી કોવિડ હોસ્પિટલો (ahmedabad private hospitals) આવેલી છે. જેમાંથી હવે વેન્ટિલેટર સાથેના આઈસીયુ બેડ માત્ર 16 જ ખાલી પડયાં છે એટલે કે 89 ટકા બેડ ભરાઈ ગયા છે.

કુલ 1,820 બેડમાંથી 1,516 બેડ ભરાયેલા, જ્યારે માત્ર 304 બેડ જ ખાલી

એક સમયે દૈનિક 300 કેસો નોંધાતા જેમાં થોડો ઘટાડો થયો છે પરંતુ હજી પણ શહેરીજનો બેખૌફ થઇને ટોળે વળી રહ્યાં છે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો પણ ઉલાળિયો કરી રહ્યાં છે. એવામાં શહેરીજનો માટે ચેતવણીરૂપ આ આંકડા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ ર્નિંસગ હોમ્સ એસોસિયેશન દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે. એકંદરે કુલ 1,820 બેડમાંથી 1,516 બેડ ભરાયેલા છે જ્યારે માંડ 304 બેડ જ ખાલી છે. એટલે જો હજુ પણ અમદાવાદીઓ નહીં સુધરે તો કોરોના સંક્રમણની સ્થિતિ વધુ ભયાનક થઇ જશે. જેમાં મુંબઈ-પૂણે જેવાં શહેરો તેનું ઉત્તમ ઉદાહરણ છે.

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 180થી 190 કેસ થતા હોવાની માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. શહેરમાં કોરોનાના બેફામ કેસો વધી રહ્યાં છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (AHNA) મુજબ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલો (ahmedabad private hospitals) માં વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU કેટેગરીમાં ફક્ત 16 જ ICU બેડ ખાલી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટયા પણ અમદાવાદમાં વધ્યાં

વેન્ટિલેટર સપોર્ટ સિવાયનાં ICUમાં 55 બેડ જ ખાલી

AHNAની વેબસાઇટમાં ખાનગી કોવિડ હોસ્પિટલો (ahmedabad private hospitals) ની માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના માટે જાહેર કરેલી 64 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 1,820 બેડમાંથી 1,516 બેડ ભરાયેલા છે જ્યારે માંડ 304 બેડ જ ખાલી છે. જેમાં વેન્ટિલેટર સપોર્ટ સાથેની ICU કેટેગરીમાં ફક્ત 16 બેડ જ ખાલી છે જે ગંભીર દર્દીઓ માટે ખૂબ જરૂરી હોય છે. વેન્ટિલેટર સપોર્ટ સિવાયનાં ICUમાં 55 બેડ જ ખાલી છે. આ જ રીતે હાઇ ડિપેન્ડન્સી યુનિટમાં 642 બેડની સવલત છે. જ્યાં 504 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યાં છે. ફક્ત 138 બેડ જ ઉપલબ્ધ છે. જ્યારે 95 બેડ ખાલી છે.

કોરોના દર્દીઓને કેમ વેન્ટિલેટરની જરૂર પડે?

કોરોના ડ્રોપલેટ દ્વારા માણસના શરીરમાં પહોંચે છે. શરૂઆતમાં તેની અસર ગળામાં દુ:ખાવો થવો અને ખારાશ અનુભવાય છે. ત્યાર બાદ તાવની સાથે નિમોનિયાના લક્ષણ પણ ઉદ્દભવે છે અને ફેફસાંઓને નિષ્ક્રિય કરવાનું કામ શરૂ કરી દે છે. જે માણસની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે તેમને વેન્ટિલેટરની જરૂરિયાત પડતી નથી. પરંતુ વધારે ઉંમર અને પહેલેથી જ જે વ્યક્તિ ગંભીર રોગથી પીડાતી હોય તેમના માટે ખાસ વેન્ટિલેટરની જરૂર પડે છે.

આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 3નાં મોત, રેસ્ક્યુ શરૂ