Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં લૂટના બનાવ બાદ પૂર્વ વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ

અમદાવાદમાં લૂટના બનાવ બાદ પૂર્વ વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ

0
119

અમદાવાદમાં ગોળીબાર અને લૂટની ઘટના બાદ પોલીસ સતર્ક બની ગઈ છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે તમામ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. Ahmedabad Police

અમદાવાદના પૂર્વમા બનેલ ત્રણ ગોળીબાર અને લુટની ઘટનાઓ બાદ નાગરિકોને સુરક્ષા અને સલામતી માટે શહેર પોલીસ સતત ખડે પગે તેમની સેવામાં તત્પર રહેતી હોય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં ત્રણ લૂટની ઘટના બની છે. જેથી શહેર પોલીસ સતર્ક બની છે. જો કે, આજે સોમવારના રોજ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા ચાલતા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા તમામ લોકોની સુરક્ષા આપવાની ખાતરી આપવામાં આવી હતી.Ahmedabad Police

તાજેતરમાં જ નિકોલના ઉમિયા ચાર રસ્તા પાસે હિરલ જ્વેલર્સમાં રિવોલ્વર સાથે ઘુસી આવેલા ચાર શખ્સે સોનીને ગંભીર ઇજા કરી રૂ.2.60 લાખની રોકડ ઉપરાંત લાખોની મતાના દાગીનાની લૂંટ ચલાવી હતી. Ahmedabad Police

આ પણ વાંચો: મેઘાણીનગરમાં ₹ 1.77 કરોડની લૂંટને અંજામ આપનાર પાંચ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ

ત્યારે બીજા બનાવમાં ઠકકરનગર બ્રિજ નીચે આવેલી પાન મસાલાના હોલસેલ વેપારી ગાયત્રી ટ્રેડર્સના સંચાલક પર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીઓ ફાયરિંગ કરી રૂ.30 હજારની અંદાજીત રકમની લૂંટ ચલાવી હતી. Ahmedabad Police

ત્રીજા બનાવમાં મેઘાણીનગરની રૂ.1.78 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી પરતું લૂંટારુઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9