Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મોટેરામાં થઈ રહેલ મેચને લઈ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મોટેરામાં થઈ રહેલ મેચને લઈ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

0
49

ગુજરાતમાં આગામી 21 ફ્રેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. જેથી અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ચૂંટણી અને મતગણતરીના દિવસે અધિકારીઓ સહિત 5 હજાર જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે.

શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ દ્વારા મતદાતાઓને રિઝવવા માટે કામે લાગી ગયા છે. ત્યારે પોલીસ દ્વારા પણ તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે. 12 DCP, 40 DYSP, 70 PI, 200 PSI અને 4600 જેટલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, 5200 જેટલા હોમગાર્ડ જવાનો પોલીસ બંદોબસ્તમાં રહેશે. પોલીસ કમિશનર અને બે જેસીપીનું સુપરવિઝન રહેશે. જો કે, અમદાવાદમાં 400 જેટલા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 97 જેટલી સેક્ટર મોબાઈલ વાન સતત પેટ્રોલિંગમાં રહેશે. 48 જેટલી QRT પણ તહેનાત કરવામા આવશે.

જો કે, 24 ફ્રેબ્રઆરીના રોજ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ભારત અને ઈંગલેન્ડ વચ્ચે મેચ થવા જઈ રહી છે. જેથી સુરક્ષાને ઘ્યાને લઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બંદોબસ્તમાં DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. જેમાં 12 DCP, 30 ACP, 85 PI, 249 PSI, 4393 હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસકર્મીઓ બંદોબસ્તના રહેશે.

જયારે સ્ટેડિયમમાં પાર્કિંગ માટે પાર્કિંગ નામની એપ્લિકેશનથી બુકિંગ કરાવવાનું રહેશે અને ગેટ નંબર 1 અને 2 માંથી લોકોને પ્રવેશ આપવામાં આવશે. ગેટ પર અને રેમ્પ પાસે પણ બે વાર ફેસ સ્કેન કરી અને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આ મેચ દરમિયાન 24થી 28 ફેબ્રુઆરી, 4 માર્ચથી 8 માર્ચ, 12 માર્ચ, 14 માર્ચ, 16 માર્ચ, 18 માર્ચ અને 20 માર્ચના દિવસે સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ અને સ્ટેડિયમથી મોટેરા સુધીનો રસ્તો બંધ રહેશે. વિસત ગાંધીનગર હાઇવે થઈ વાહનોની અવરજવર થઈ શકશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)