Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં પોલીસ ખુદ બની ચોર! પણ શા માટે?

અમદાવાદમાં પોલીસ ખુદ બની ચોર! પણ શા માટે?

0
170

અમદાવાદમાં પોલીસ ખુદ બની ચોર! પણ શા માટે? ahmedabad police gujarati news

અમદાવાદઃ અમદાવાદમાં મંગળવારે પોલીસ ખુદ ચોર બની હતી. જેના કારણે લોકોમાં કુતુહલ ફેલાયું હતું. પરંતુ પાછળથી ખબર પડી કે ઓ તો લોકોમાં જગૃતિ જગાડવાનું અભિયાન હતુ.gujarati news

આગામી સમયમાં દિવાળીના તહેવારને લઈ બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પર્સ ચોરી,બાળકના અપહરણ જેવી ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે. તેથી લોકોને સાવચેત રહેવા અને જાગૃત રાખવા માટે પોલીસ ખુદ આજે લોકોની વસ્તુઓની ચોરી કરી લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી હતી.ahmedabad police gujarati news

આ વર્ષે પણ પોલીસે ચોર બની આ વખતે પણ લોકોના પર્સ સહિત ઘણી એવી કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી અને થોડાક સમય બાદ જેતે વ્યક્તિને તેની વસ્તુઓ પરત આપી દીધી હતી. પોલીસે તે તમામ લોકોને બજારમાં ખરીદી કરતી સમયે પોતાની વસ્તુઓનું ધ્યાન રાખવા માટેની સૂચના પણ આપી હતી.ahmedabad police gujarati news

આ પણ વાંચો: બિન અધિકૃત બાંધકામ તોડવામાં ચાર ઝોન પાણીમાં બેસી ગયાahmedabad police gujarati new

આ વર્ષે ભીડમાં સ્ત્રીઓ સૌથી વઘારે ખરીદી કરવા માટે જતી હોય છે. તેવી સ્ત્રીઓ માટે શી ટીમ તૈનાત કરવામાં આવી છે. જે તમામ મહિલાઓની સાવચેતી તેમજ તેમની સાથે થતી છેડતીને રોકી શકે. આ વર્ષે પોલીસના એક્શન પ્લાનની વાત કરીએ તો, ભદ્ર બજાર, લાલ દરવાજા સાથે સેન્સેટીવ એરીયા જેવોકે દરિયાપુર, કાલુપુર જેવી જગ્યાઓએ સિવિલ ડ્રેસમાં પોલીસને તૈનાત કરાશે.

દિવાળીના પર્વમા ચોર ટોળકી પણ વધુ સક્રીય થતી હોય છે. ઉપરાંત જ્વેલર્સ અને આગંડીયા પેઢીની સુરક્ષા માટે એસોસીએશન સાથે મિટિંગ કરીને મહત્વના સુચનો આપવામા આવ્યા છે. આ વર્ષે સ્ત્રીની સુરક્ષા માટે શી ટીમને અનેક ભીડવાળા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેમજ મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં મોલ, માર્કેટની બહાર તેમજ મોટા બજારોમાં સાવચેતી આપતા મેસેજ સાથે રક્ષા કરવા માટે તૈનાત કરાશે.

પોલીસે ચોર ટોળકીનો ડેટા તૈયાર કર્યો છેahmedabad police gujarati news

દિવાળીના પર્વમા ખરીદીમા વ્યસ્ત રહેતા લોકોને જાગૃત કરવા પોલીસ ખુદ ચોર બનીને બજારોમા ચોરી કરી રહી હતી.. આ પ્રકારે તેમણે લોકોને જાગૃત કર્યા. પોલીસે ચોર ટોળકીનો ડેટા તૈયાર કર્યો છે. જે ચોર ટોળકી બજારોમા ફરતી હશે તેમને પકડવા માટે વિશેષ સ્કોડની રચના પણ કરાઈ છે..આ ઉપરાંત બજારોમા સ્પીકર અને પોસ્ટર દ્રારા ચોર ટોળકીથી સાવચેત રહેવાની
જાહેરાત કરીને લોકોને એલર્ટ પણ કરવામા આવે છે.

ahmedabad police gujarati news