Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસની ખાસ ડ્રાઈવ: અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવતા ઝડપાયા તો સીધા જેલ ભેગા

પોલીસની ખાસ ડ્રાઈવ: અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવતા ઝડપાયા તો સીધા જેલ ભેગા

0
2

આગામી સમયમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જો કોઈ પણ વ્યક્તિ દારુ પી વાહન ચલાવતો ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરી તેને જેલ ભેગો કરી દેવામાં આવશે.

અમદાવાદ શહેરમાં નાતાલનો તહેવાર અને થર્ટી ફર્સ્ટની ઉજવણી યુવાધન દારૂ પી અને છાકટા બની કરતા હોય છે. દારૂ પી અને બેફામ રીતે વાહન ચલાવી ઘણી વખત અકસ્માત પણ સર્જતા હોય છે. જેના કારણે લોકોની જાનને જોખમ હોય છે. આવા દારૂ પી અને વાહન ચલાવનાર વાહનચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

અમદાવાદ શહેર પોલીસના ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડાએ આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે અને શહેરના તમામ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી 2022 સુધી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં દારૂ પીને વાહન ચલાવનાર શખસો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓએ સુપરવિઝન કરવાનું રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)