Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના પોલીસ બેડામાં કોરોનાનો કેર: ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો

અમદાવાદના પોલીસ બેડામાં કોરોનાનો કેર: ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો

0
121

ક્રાઇમ બ્રાન્ચના કુલ સાત કર્મચારી કોરોના પોઝિટિવ

અમદાવાદઃ અમદાવાદના પોલીસ બેડામાં કોરોનાનો (Ahmedabad news Police news) ધમધમાટ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં 41 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. બે દિવસ પહેલા 38 પોલીસ કર્મચારીઓ સંક્રમિત હતા. તેમા ડીસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતના જવાનો સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.

અમદાવાદ પોલીસમાં વધતો જતો કોરોનાનો વ્યાપ

ફક્ત એટલું જ નહીં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચમાં પણ સાત પોલીસ કર્મચારીઓ (Ahmedabad news Police news)કોરોના પોઝિટિવ થયા છે. ક્રાઇમ બ્રાન્ચના સાત અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ કોરોનાએ અમદાવાદના પોલીસ બેડામાં પગપેસારો કર્યો છે.

આ પણ વાંચોઃ મિલ્કત પચાવવાના કેસમાં કોર્ટે રમણ અને દશરથ પટેલના જામીન ફગાવ્યા

આ બધા પોલીસ કર્મચારીઓ અને તેના કુટુંબીઓ હાલમાં હોમ ક્વોરેન્ટાઇન થયા છે. આ બધાની હાલત સ્થિર છે. કોઈની પણ પરિસ્થિતિ નાજુક નથી. પણ તેઓ કોરોના સામે તકેદારી દાખવી રહ્યા છે.

લોકોની બેદરકારી પોલીસને પણ મોંઘી પડી

રાજ્યમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંભાળવા જતા વધુને વધુ (Ahmedabad news Police news)પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તહેવારો દરમિયાન વધુને વધુ લોકો બહાર નીકળતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું પાલન ન કરતાં રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. લોકોની મોટાપાયા પરની ભીડે છેવટે કોરોના વિસ્ફોટને આમંત્રણ આપ્યુ છે અને તેનાથી પોલીસ વિભાગ પણ બાકાત રહ્યો નથી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9