Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ પોલીસ કમિશનરને ACBનો વધારાનો હવાલો સોંપાયો

અમદાવાદ પોલીસ કમિશનરને ACBનો વધારાનો હવાલો સોંપાયો

0
40

રાજયના 1986 બેચના ડીજી રેન્કના બે સિનિયર આઈપીએસ અધિકારીઓ વિનોદ મલ અને કેશવ કુમાર આજે વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. એસીબીનો વધારાનો હવાલો અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને સોંપવામાં આવ્યો છે.

ગુજરાત કેડરના 1986 બેચના ડીજી રેન્કના આઈપીએસ એસીબીના વડા કેશવ કુમાર અને તેમના જ બેચના પોલીસ સુધારણાના ડીજી વિનોદ મલ આજે શુક્રવારે 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. રાજયના ગૃહ વિભાગે લાંચ રુશવત વિરોધી બ્યુરોના વડાનો ચાર્જ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને સોંપ્યો છે. જયારે ગાંધીનગર પોલીસ ભવનમાં પોલીસ સુધારણાના ડીજીનો હવાલો એડિશનલ ડીજી આરબી બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યો છે. એડિશન ડીજી આરબી બ્રહ્મભટ્ટ પાસે હાલમાં ઈન્કવાયરીનો હવાલો ધરાવે છે. તેમની પાસે વ્યહિ કર સેકશનનો પણ વધારાનો હવાલો છે. આજે વધુ બે ડીજી રેન્કના વધુ બે આઈપીએસ અધિકારીઓ નિવૃત થતા સરકારે એડિશનલ ડીજી આરબી બ્રહ્મભટ્ટ અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને વધારાનો હવાલો સોંપી દીધો છે.

ગૃહ વિભાગના સુત્રોના અનુસાર, હાલની કોવિડની મહમારીને ધ્યાનમાં રાખીને રાજય સરકાર હાલ પુરતી કોઈ પણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવાના મુડમાં નથી. લાંચ રુશવત વિરોધી બ્યુરોની વડી કચેરી અમદાવાદમાં આવેલી હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવને હાલ પુરતો એસીબીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ, કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભા સત્ર બાદ એપ્રિલના અંતમાં આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવાની હતી. 2006 બેચના એસપી રેન્કના અધિકારીઓને ડીઆઈજીમાં, 2019ના બેચના અધિકારીઓને એએસપીમાંથી એસપીઓમાં બઢતી આપવાની હતી, પરતું હવે આ આઈપીએસ અધિકારીઓના બદલીના હુકમો એકાદ બે મહિના પછી કોવિડની સ્થિતિ શાંત થયા બાદ આવે તેવી શ્ક્યતા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat