Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક, ધાબે ભેગી થતી ભીડ પર દૂરબીનથી રાખી રહી છે નજર

ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક, ધાબે ભેગી થતી ભીડ પર દૂરબીનથી રાખી રહી છે નજર

0
84

અમદાવાદ: કોરોનાના (Corona Pandemic) સંકટ વચ્ચે આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની (Uttarayan Celebration) ઉજવણી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી લોકો ધાબા પર ચડીને પતંગ ચગાવી (Kite Flying) રહ્યાં છે. જો કે કોરોના સંક્રમણને જોતા સરકારે જાહેર કરેલા નિયમોનું (Covid Guidelines)પાલન કરાવવા માટે પોલીસ પણ એલર્ટ છે.

કોરોનાના (Corona Pandemic)કારણે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન (Covid Guidelines) જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ધાબા પર ભીડ એકઠી ના કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો:  ઉત્તરાયણ: બનાસકાંઠાનું એવું ગામ, જ્યાં પતંગ ચગાવવાની જગ્યાએ રમાય છે ક્રિકેટ

કોરોનાના નિયમોનું (Covid Guidelines) પાલન થાય તે માટે પોલીસ પણ હરકતમાં આવી છે. ધાબા પર નજર રાખવા માટે પોલીસ દ્વારા ધાબા પર પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી દૂરબીન થકી આસપાસના ધાબાઓ પર નજર રાખવામાં આવશે. આટલું જ નહીં, પોલીસ કોઈના પણ ધાબે જઈ શકશે.

સરકારના નિયમો (Covid Guidelines) મુજબ, ઉત્તરાયણના તહેવારે (Uttarayan Celebration) ધાબા પર માત્ર પરિવારના સભ્યો જ એકઠા થઈ શકશે. જ્યારે અન્ય કોઈ બહારના વ્યક્તિ ધાબા પર દેખાશે, તો જે-તે સોસાયટીના ચેરમેનની જવાબદારી રહેશે. આટલુ જ નહીં, આ વખતે ઉત્તરાયણના દિવસે (Kite Festival) ધાબા પર લાઉડ સ્પીકર અને ડીજે વગાડવા પર પણ રોક લગાવવામાં આવી છે. આ સિવાય કેટલાક ઠેકાણે પોલીસ ડ્રોનની મદદથી નજર રાખી રહી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9