Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં હુક્કાની મહેફિલ અને ફાયરિંગનો વીડિયો વાયરલ

અમદાવાદ: ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં હુક્કાની મહેફિલ અને ફાયરિંગનો વીડિયો વાયરલ

0
351

અમદાવાદના એક પાર્ટી પ્લોટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાર્ટી પ્લોટમાં લગ્ન સમારોહમાં હુક્કાની મહેફિલ માણતા લોકો અને તેની સાથે ઉત્સાહમાં આવેલ એક યુવક પાર્ટી પ્લોટમાં હવામાં ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો દાણીલીમડા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટનો હોવાનું સામે આવી રહ્યું છે.

હાલ રાજયમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જેથી સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટેની અપીલ કરી રહી છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકારે લગ્ન સમારંભ,તહેવારો સહિતના પ્રોગ્રામમાં 200 લોકોની પરવાનગી આપી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયમાં એક વીડિયો વાયરલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણના કેસમાં ધરખમ વધારો થતા શું લોકડાઉન લાગશે?, નીતિન પટેલે આપ્યો જવાબ

આ વીડિયો ગુડલક પાર્ટી પ્લોટનો છે અને લગ્ન સમારંભનો છે જેમાં લોકો હુક્કાની મહેફિલ માણતા દેખાય છે અને એટલું જ નહીં એક યુવક ભારે ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. ગતરોજ દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો હુક્કાની મહેફિલ માણતા અને હવામાં ફાયરિંગ કરતો યુવાન આ વીડિયમાં કેદ થઈ ગયો છે.

જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું હતું અને લગ્નમાં ફાયરિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે.