Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આખરે સ્ટેન્ડીંગ કમિટીએ પાવર દેખાડ્યો, શહેરમાં નવા વ્હીકલની ખરીદી વખતે પાર્કિંગ ફરજિયાત નહીં

આખરે સ્ટેન્ડીંગ કમિટીએ પાવર દેખાડ્યો, શહેરમાં નવા વ્હીકલની ખરીદી વખતે પાર્કિંગ ફરજિયાત નહીં

0
47

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પાર્કિંગ પોલીસી બનાવી હતી પણ અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ પાર્કિંગ પોલીસીમાં પાર્કિંગ પ્રુફના નામે વિવાદી જોગવાઇ કરી હતી જેમાં અમદાવાદ શહેરમાં કોઇપણ નાગરિક નવું વ્હીકલ ખરીદી કરવા માટે તો તેમણે પોતાની પાસે વ્હીકલ પાર્ક કરવા માટેની જગ્યા છે તેવું પ્રુફ આપવું પડશે પછી વાહનની ખરીદી કરી શકશે તેવી જોગવાઇ કરી હતી પણ આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં જ્યારે પાર્કિગ પોલીસીનો ડ્રાફ્ટ મંજુરી માટે મુકાયો હતો તો સ્ટેન્ડીંગ કમિટીએ પોતાનો પાવર દેખાડીને પાર્કિંગ પોલીસીમાં પાર્કિગ પ્રુફની જોગવાઇને રદ કરી નાંખી હતી સાથે પાર્કિગ પોલીસીની આગળની કાર્યવાહી કરવા માટે કમિશનરને સત્તા આપવાની દરખાસ્ત તાકીદના કામ તરીકે મંજુર કરી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં તાકીદના કામ તરીકે પાર્કિંગ પોલીસીની દરખાસ્ત મુકાઇ હતી. અસ્ટેન્ડીંગ કમિટીએ પાર્કિગ પોલીસીની જોગવાઇ સામે આવેલા બે સંસ્થાના વાંધા ફગાવીને આંશિક સુધારા સાથે પાર્કિગ પોલીસીને મંજુરી આપી હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં વધતી પાર્કિગની સમસ્યાને નિવારવા માટે નવી પાર્કિગ પોલીસી 2021 બનાવી હતી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તા.24 એપ્રિલ 2021ના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાર્કિગ પોલીસીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

આ અંગે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવામાં આવી હતી સાથે પાર્કિગ પોલીસનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતુ. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 460 હેઠળ જનતાના વાંધા સુચનો મેળવવા માટે પાર્કિગ પોલીસીની દરખાસ્તનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એક મહિનાની મુદતમાં નાગરિકોએ પોતાના વાંધા કે સુચનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ રજુ કરવાના હતા પણ આ મુદતમાં માત્ર બે સંસ્થાઓ દ્વારા પોતાના વાંધા સુચનો રજુ કરવામાં આવ્યા હતા.

આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વાંધા સુચનો ફગાવીને પાર્કીગ પોલીસીના ડ્રાફ્ટને મંજુરી આપવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટીએ પાર્કિગ પોલીસીના ક્લાઝ નંબર 5.6.10 નંબરના ક્લોઝને રદ કરી દીધો હતો જેમાં શહેરીજનોએ વાહન ખરીદી કરતાં પહેલાં પાર્કિગનું પ્રુફ આપવું ફરજિયાત કરવાની જોગવાઇ હતી પણ સ્ટેન્ડીંગ કમિટીએ આ ક્લોઝને રદ કરી દીધો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat