Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: કાલથી પકવાન ચાર રસ્તા ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકાશે, અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

અમદાવાદ: કાલથી પકવાન ચાર રસ્તા ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકાશે, અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ

0
142
  • અમદાવાદમાં એસજી હાઇવે પર 2 ઓવરબ્રિજનું લોકાર્પણ

  • અમિત શાહ સોમવારે બે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે Amit Shah

  • સરખેજ અને પકવાન ચાર રસ્તા પર બનેલા બે ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લા મુકાશે

અમદાવાદ: અમદાવાદના પકવાન ચાર રસ્તા ઓવરબ્રિજને આવતીકાલથી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. 35 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ઓવરબ્રિજ શરૂ થતા અમદાવાદથી ગાંધીનગર તરફ જતા ટ્રાફિકનું ભારણ ઘટશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ૩૦મી નવેમ્બર સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઇ-લોકાર્પણ કરશે. આ ફ્લાય ઓવર શરૂ થતાની સાથે ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે. આ ફ્લાય ઓવરના નિર્માણની કામગીરીના કારણે છેલ્લા કેટલાક સમયથી થતા ટ્રાફિક ચક્કજામના દ્રશ્યો દૃર થશે.

સરખેજ- ગાંધીનગર ( એસ.જી. ) હાઈવે પર ઉતરોતર વધતા જતા ટ્રાફિકને હળવો કરવાના ભાગરૂપે નેશનલ હાઇવે ૧૪૭ પર સરખેજ – ગાંધીનગર – ચિલોડા ના કુલ ૪૪ કિ.મી.ના માર્ગને ૪ લેન માંથી ૬ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. Amit Shah

તદનુસાર ૨૪૫ મીટરની કુલ લંબાઈ નો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે તેમજ સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજ પણ ૨૪૦ મીટરની કુલ લંબાઇ સાથે રૂ. ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,  મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાસંદો. ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. Amit Shah

આ પણ વાંચો: ખેડૂતોએ અમિત શાહનો પ્રસ્તાવ ફગાવી દીધો, કહ્યું- કોઇ શરત મંજૂર નથી

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે બની રહ્યા છે 6 ઓવરબ્રિજ

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વિવિધ જગ્યાએ 6 ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. 2016માં 867 કરોડ રૂપિયાના ખર્ચે એસજી હાઇવે પર 6 બ્રિજ બનાવવાના કામો મંજૂર થયા હતા. આ બન્ને બ્રિજનું લોકાર્પણ થતા એસજી હાઇવે પરનું ભારણ ઘટશે. Amit Shah

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9