Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના ધમધમતા બજારો થયા સુમસામ, વેપારીઓએ પાળ્યો સ્વયંભૂ બંધ

અમદાવાદના ધમધમતા બજારો થયા સુમસામ, વેપારીઓએ પાળ્યો સ્વયંભૂ બંધ

0
49

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. આ મહામારી સામે લડવા માટે અમદાવાદમાં શનિવાર અને રવિવારે માધુપુરા, કાલુપુર ચોખાબજાર, માણેકચોક સોની બજાર, ખોખરા વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું છે આ સાથે ખોખરા ,માધુપુરા અને કાલુપુર બજારો જે હમેશા ધમધમતા હતા તે આજે સુમસામ જોવા મળ્યા હતા. દરેક લોકોએ સ્વૈછિક રીતે બંધ પાળ્યું હતું. Ahmedabad Outbreak Coronavirus

બીજી તરફ શહેરના ખોખરા વિસ્તારમાં પણ રાધે મોલ આખો દિવસ બંધ જોવા મળ્યા હતા. મણિનગર સિંધી બજાર પણ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું. કોરોનાના કેસોની ચેઇન તોડવાના પ્રયાસરૂપે સ્વૈચ્છિક બંધનો શહેરના વેપારી મંડળોએ નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે શનિવારે પણ શહેરનાં મોટા ભાગનાં માર્કેટોમાં ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. આ જ રીતે રવિવારે પણ વેપારીઓએ બંધ રાખવાનું નક્કી કર્યું છે. Ahmedabad Outbreak Coronavirus

જમાલપુર એપીએમસી માર્કેટ, વાસણા એપીએમસી શનિવારે બંધ રાખવામાં આવ્યાં હતાં, જે રવિવારે પણ બંધ રહેશે તેવો નિર્ણય શુક્રવારે લેવાયો હતો. બીજી બાજુ શહેરના કોટ વિસ્તારમાં માણેકચોક સોની બજારના વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે હવે આ બજારો સોમવારે રાબેતા મુજબ કામકાજ કરશે.

માણેકચોક ટી મર્ચન્ટ એસોસિએશન પણ કોરોના સામેની લડાઈ માટે સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. આ સિવાય રિલીફ રોડથી લઈને કાલુપુર સુધીના રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ પણ આ સ્વૈચ્છિક બંધમાં બે દિવસ માટે જોડાયા હતા. કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. મણિનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ આ બે દિવસના બંધમાં જોડાયા હતા. Ahmedabad Outbreak Coronavirus

અમદાવાદમાં વધુ એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ બાદ પોઝિટિવ આવ્યો

કોરોનાના કપરા કાળમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર ડોમ ઊભા કર્યાં છે. આ ડોમ પર હાલ કોરોના ટેસ્ટ કરાવવા માટે મસમોટી લાઇનો સર્જાય છે. તેમાં એક ડોમ પર પોઝિટિવ બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યાના કિસ્સાંઓ પ્રકાશમાં આવ્યા હતા. આ કારણોસર જ એક શહેરીજને વિશ્વસનીયતા માટે રેપીડના બદલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. વળી પાછો તે સરકાર માન્ય સોલા હાઇકોર્ટ સિવિલ હોસ્પિટલમાં કરાવ્યો હતો. તેમાં રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આ જોઇને કોઇપણ વ્યક્તિ આનંદિત થઇ ઉઠે. પરંતુ આ નવયુવાને તાવ અને ઉધરસ હોવાથી તેમને આ રિપોર્ટ પર શંકા ગઇ હતી. અને તેમણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન માન્ય ખાનગી લેબોરેટરીમાં ફરીવાર આરટીપીસીઆર રિપોર્ટ કઢાવ્યો હતો. તેમાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ બંને રિપોર્ટને જોઇને શહેરીજનનું કહેવું છે કે, મારે કોનો રિપોર્ટ સાચો ગણવો અને નેગેટીવ રિપોર્ટ માનીને શહેરીજન બિન્ધાસ્તપણે શહેરમાં ફરતાં રહ્યાં હોત તો કેટલી વ્યક્તિને ચેપ લગાવ્યો હોત તે પ્રશ્ન પેચીદો બન્યો છે.

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

રાજયમાં કોરોના વાયરસના તમામ રોકોર્ડ બ્રેક કરતો જોવા મળી રહ્યો છે. જો કે, રાજયમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ઘણી ખતરનાક સાબીત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને તેની સામે 3981 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ મહામારીના કારણે આજે 110 દર્દીઓના મોત થયા છે જે ઘણી ચિંતાજનક બાબાત છે.

26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે

રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા રાજયની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાનોમાં RT-PCR ટેસ્ટ શરૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( GTU ) બાદ હવે વધુ 26 યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હવે 27 યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. Ahmedabad Outbreak Coronavirus

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat