Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબરે લાવવા માટે 61.80 લાખનું કામ પડતું મૂકાયું

અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબરે લાવવા માટે 61.80 લાખનું કામ પડતું મૂકાયું

0
61
  • સ્વચ્છ સર્વેક્ષણ 2021ને લગતી કામગીરીનું કન્સ્લટીંગનું કામ સોંપવાની દરખાસ્ત હતી

  • 25 લાખના ખર્ચે મ્યુનિ. સ્કૂલોનું રિનોવેશન થશે

અમદાવાદ: વર્ષ 2020માં દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ (Hygiene Survey)માં સાતમાં ક્રમે રહેલાં અમદાવાદ શહેરને પહેલા નંબરે લાવવા માટે કોર્પોરેશન (AMC) દ્વારા અથાગ પ્રયાસો થઇ રહ્યાં છે. તેના ભાગરુપે જ સ્વચ્છ સર્વેક્ષણ 2021 (Hygiene Survey 2021) ને લગતી તમામ કામગીરી કરવા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલી 61.80 લાખની દરખાસ્તને હાલ પુરતી પડતર મૂકવામાં આવી છે. જયારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મ્યુનિ. શાળાઓનું રિનોવેશન કરવા માટે 25 કરોડનું બજેટ મંજુર કરાયું હોવાની ચર્ચા આજની બેઠકમાં થઇ હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)ને સ્વચ્છ સર્વેક્ષણ (Hygiene Survey) 2020માં સાતમો નંબર મળ્યો હતો. પરંતુ સ્વચ્છ સર્વેક્ષણ 2021ની માર્ગદર્શિકા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) દ્વારા થતી સ્વચ્છ સર્વેક્ષણ 2021ને લગતી તમામ કામગીરી બાબતનું કન્સલ્ટીંગ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)ને 4 રિસોર્સ પર્સનને ફાળવી તથા આનુષાંગિક કામગીર કરવા માટે રૂ. 10.30 લાખ પ્રતિ માસના ભાવથી દરખાસ્ત આપી છે. આ એજન્સીને સ્વચ્છ સર્વેક્ષણ 2021 ((Hygiene Survey 2021))ને લગતી તમામ પ્રકારની કામગીરી કરાવવા માટે પ્રતિ માસના 10.30 લાખ લેખે છ મહિના સારુ 61.80 લાખથી કામગીરી સોંપવાની દરખાસ્ત સંદર્ભની કામીગીરીની સત્તા મ્યુનિ. કમિશનરને સોંપવાની દરખાસ્ત રજૂ થઇ હતી. જો કે સ્ટેન્ડીંગ કમિટીએ આ કામને હાલ પુરતું પડતું મૂકયું છે.

આ પણ વાંચો: IPL Batting:દુબઇમાં બેસી જયપુરમાં ભગવાનના નામે સટ્ટો રમતો ‘Rakesh Rajkot’- 4.19 કરોડની રોકડ જપ્ત

આ ઉપરાંત આજની કમિટીની બેઠકમાં મધ્ય ઝોનમાં પોળોમાં રોડ રીસરફેસની કામગીરી ઝડપથી બનાવવા માટેની તેમ જ વિરાટનગર, વસ્ત્રાલમાં ગટરના પાણી ઊભરાવવા અંગેની ચર્ચા થઇ હતી. તેનો બેથી ત્રણ દિવસમાં નિકાલ લાવી દેવામાં આવશે તેમ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળાઓમાં હાલ રજા છે. આ રજા દરમિયાન જર્જરિત હાલતમાં મૂકાયેલા બિલ્ડીંગનું રિનોવેશનની કામગીરી હાથ ધરવા માટે 25 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેના માટેનું આર્કિટેકને કામગીરી સોંપી દેવામાં આવી છે. તેમણે ડિઝાઇન તૈયાર કરી નાંખી છે. કામગીરી વહેલીતકે શરૂ થઇ જશે.

આ પણ વાંચો: વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં રાઇડસ ઊભી કરવા મામલે વિવાદાસ્પદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને લીલી ઝંડી

આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાં ભારત સરકાર દ્વારા સ્પોર્ટસ સંકુલ ઊભું કરવામાં આવનારું છે. પરંતુ તે માત્ર રમતવીરો માટેનું હોવાથી નારણપુરામાં સામાન્ય નાગરિકો માટે જીમ્નેશિયમ ઊભું કરવા માટેની ચર્ચા પણ થઇ હોવાનુ તેમણે જણાવ્યું હતું.