Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં આજથી 15 દીવસ માટે રાત્રી કરફ્યૂ , જાણો કોને મુક્તી મળશે

અમદાવાદમાં આજથી 15 દીવસ માટે રાત્રી કરફ્યૂ , જાણો કોને મુક્તી મળશે

0
411

અમદાવાદ: કોરોના મહામારીના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદ શહેરમાં આજથી 15 દીવસ  માટે રાત્રી કરફ્યૂ લાગુ કર્યાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર ઉપયોગીતાની સેવાઓ સાથે સંકળાયેલા લોકોને કરફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગત શુક્રવાર રાત્રીના 9 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 57 કલાકના કરફ્યૂ બાદ આજથી અમદાવાદમા રાત્રી કરફ્યૂ જાહેર કર્યો છે.

કરફ્યુમાંથી જે જાહેર ઉપયોગીતાની સેવાઓને મુક્તિ આપવામાં આવી તે ન8છે મુજબ છે

1.પેટ્રોલિયમ,સીએનજી,એલપીજી,પાણી,સ્વચ્છતા, વીજ ઉત્પાદન, ટેલિકોમ્યુનિકેશન, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, ટ્રાન્સમિશન એકમ,  પ્રારંભિક ચેતવણી એજન્સી

2. પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમર્જન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ સશસ્ત્ર કેન્દ્રીય પોલીસ દળ, જેલો અને કોર્પોરેશનની અગત્યની સેવાઓ

3. જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતની તમામ તબીબી સેવાઓ, મેડિકલ સ્ટોર તથા ઇ કોમર્સ દ્વારા ફાર્માસ્યુટિકલ હોમ ડિલિવરી,

4.દૂધ વિતરણ

5.ઇલેટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા

6. ખાનગી સિક્યુરિટી સેવા

7. આવશ્યક ચીજવસ્તુના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટિકલ તથા જે ઉત્પાદન એકમમાં સતત પ્રક્રિયાની જરૂર પડે તે એકમો

8. અંતિમ સંસ્કાર માટે 20 વ્યક્તિ ભેગા થઈ શકે તે રીતે મંજૂરી

9. રેલ્વે,એરપોર્ટ પર માલસામાનની હેરફેરની પ્રવૃર્તી

10. રેલ્વે તથા એરપોર્ટ પર પેસેન્જરની હેરફેર માટે ટેક્સી કેબ સેવાને ટિકિટ રાજુ કરે મંજૂરી

11. ATM ઓપરેશન, રોકડ વ્યવસ્થાપન એજન્સી, એટીએમ બેન્કિંગ ઓપરેશનના આઈટી વેન્ડરો

12. તમામ પ્રકારના માલસામાનનું પરિવહન

13. ભારત અને ગુજરાત સરકારના વખતો વખતના  સુધારા આદેશને આધીન અપવાદો

14. પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અવરજવર  માટે ખાસ પરવાનો અપાયો હોય તેવા લોકો