Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં રાત્રિ કફર્યુનું પાલન કરાવવા ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા

અમદાવાદમાં રાત્રિ કફર્યુનું પાલન કરાવવા ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા

0
100

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા સાવચેતી રાખવા માસ્ક પહેરવું અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર દ્વારા રાત્રિ કફર્યુના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જો કે, શહેરમાં કફર્યું હોવા છતા મોડી રાત સુધી લોકો લટાર મારતા જોવા મળતા હોય છે. જેથી ગત રાત્રે એલિસબ્રિજ પર IPS અધિકારીઓ રાત્રિ કફર્યુનું પાલન કરાવવા બંદોબસ્તમાં ઉતર્યા હતા.

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી કોરોનાના કેસો વધતા રાત્રિ કફર્યુના સમયમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને લોકોને કામ સિવાય બહાર ન નિકળવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. પરતું શહેરના ઘણા એવા વિસ્તારોમાં હજી પણ લોકો રાત્રિ કફર્યુમાં બિદાસ્ત લટાર મારતા જોવા મળતા હોય છે. લટાર મારનારા લોકોને કફર્યુનું ગંભીરતાથી પાલન કરાવવા માટે શહેરના એલિસબ્રિજ પર રાત્રે ઝોન-3ના DCP મકરંદ ચૌહાણ ખુદ રાત્રે 10 વાગ્યે ફરજ પર હાજર હતા. ત્યારે કોટ વિસ્તારમાં હજી પણ લોકો નિયમો તોડીને બેદરકાર બની રહ્યાં છે. ઘણી વાર આવા લોકોના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે હવે IPS અધિકારીઓ ખુદ આ પ્રકારના લોકોને સબક શિખવાડવા માટે ફિલ્ડમાં ઉતરી ગયાં છે.

શહેરના કોટ વિસ્તારમાં એલિસબ્રિજના છેડે કર્ફ્યૂના સમયમાં લોકો વ્યાજબી કારણ વિના પસાર થતાં હતાં. ત્યારે ઝોન-3 DCP મકરંદ ચૌહાણ અને તેમનો સ્ટાફ ત્યાં હાજર હતો. આ દરમિયાન DCP ચૌહાણે કોર્પોરેટર સહિત અનેક લોકોને નિયમોનું પાલન કરવા સૂચના આપી દીધી હતી. ગોમતીપૂરના કોર્પોરેટર કહ્યું કે હું કોર્પોરેટર છું તો અધિકારીએ કહ્યું નિયમ બધાના માટે સમાન છે. હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ રાતે IPS અધિકારીઓ ફિલ્ડમાં આવીને કડક નિયમોનું પાલન કરવવા તૈયારી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જમાલપુર વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો રાત્રિ કફર્યુના સમયનો હતો જેમા મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા અને પોલીસ દ્વારા તેમને ભગાડવામાં આવતા તેઓ પોલીસની ગાડીઓ પાછળ જ ભાગતા જોવા મળ્યા હતા. આ વીડિયોના કારણે કોટ વિસ્તારમાં રાત્રિ કફર્યુનો કડક અમલ કરાવવા માટે હવે ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat