Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોર્પોરેશને 27 વિસ્તાર રાત્રે બંધ કર્યા પણ જ્યાં બજાર ખુલ્લા, ત્યાં ભીડ નહિ થાય તેની શું ખાતરી?

કોર્પોરેશને 27 વિસ્તાર રાત્રે બંધ કર્યા પણ જ્યાં બજાર ખુલ્લા, ત્યાં ભીડ નહિ થાય તેની શું ખાતરી?

0
325

શહેરના તમામ બજારો રાત્રે બંધ થાય તો અસર બાકી યુવાનો તો બજાર હશે ખુલ્લા ત્યાં જશે

અમદાવાદ: રાજયના અધિક મુખ્ય સચિવ ( આઇએએસ ) ડો. રાજીવકુમાર ગુપ્તાએ મોટા ઉપાડે અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં મેડિકલ સિવાય તમામ બજારો આજે રાતથી માત્ર 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે તેવી જાહેરાત કરી છે. જોકે જે યુવાનો અને ભીડ ને રોકવા આ પગલું લેવાયું તે યુવાનો જ્યાં બજારો ખુલ્લા છે, ત્યાં જઈને ભીડ નહિ કરે તેની શું ખાતરી? આ નિર્ણયથી જ્યાં બજારો ખુલ્લા છે ત્યાં ભીડ વધી જશે તેવું દેખાઇ રહ્યું છે. બજારો સમગ્ર શહેરના બંધ રહે તો જ કોરોના સંક્રમણ રોકવા માટે ફાયદારૂપ બાકી યુવાનોને બહાર નીકળતા રોકી શકાય તેમ નથી.

કોર્પોરેશનએ યુવાનો માસ્ક પહેરતા ન હોવાનું, ખોટી રીતે માસ્ક પહેરતા હોવાનું, ટોળાં વળી બેસતા હોવાનું, ભીડ કરતા હોવાનું જણાવ્યું છે. જેના કારણે તેઓના પરિવારના સભ્યોને કોરોના સંક્રમણ થતું હોવાનું અને કેટલાક કિસ્સામાં મોત થયાના કિસ્સા બન્યાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું છે.

આજે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને ડે. કમિશનર સહિતના અધિકારીઓની મિટિંગ મળી હતી. જેમાં આ અધિકારીઓએ મોટા ઉપાડે યુવાનોને જવાબદાર ઠેરવી 27 વિસ્તારના બજાર રાત્રે 10 પછી બંધ કરવાનો નિર્ણય લીધો છે. માત્ર મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે તેવી જાહેરાત કરી છે. જે નિર્ણય પર રાજયના અધિક મુખ્ય સચિવ ( આઇએએસ ) ડો. રાજીવકુમાર ગુપ્તાએ સહમતી દર્શાવી હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં રિકવરી રેટ 90 ટકા થયો પરંતુ નવા સુપર સ્પ્રેડર મળ્યા, સુરતીઓ ભર્યો 2 કરોડનો દંડ

શહેરના નારણપુરા, અંકુર, શાસ્ત્રીનગર, ઘાટલોડિયા કે.કે.નગર, પ્રભાત ચોક, ચાંદખેડા, સાબરમતી, ચાંદલોડિયા,એલિસબ્રિજ, પાલડી અને અમદાવાદ પૂર્વના વિસ્તારોમા પણ ખાણીપીણીના બજારો આવેલા છે. જે બજારોનો કોર્પોરેશને 27 વિસ્તારમાં સમાવેશ નથી કર્યો.

શહેરના રાયપુર, માણેકચોક, મણિનગર, કારંજ, કાલુપુર, ગાયકવાડ હવેલી,જમાલપુર આસ્ટોડીયા જેવા સ્થળોએ રાત્રે ખુલ્લા રહેતાં બજારોમાં પણ લોકોની અવરજવર હોય જ છે. જોકે 27 વિસ્તાર બંધ કરવાના નિર્ણય બાદ આ વિસ્તારોમાં ભીડ નહિ વધે તેનું શું ખાતરી ? તે અંગે કોઈ વિચાર નથી થયો.

કોર્પોરેશનનો આ નિર્ણય ફ્લોપ ના જાય તો સારું બાકી રાત્રે 10 પછી યુવાનોને રોકવા માટે માત્ર 27 વિસ્તારો જ નહિ પણ સમગ્ર શહેરના બજારો બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. યુવાનો તો જે બજાર ખુલ્લા હશે ત્યાં જઈને ભીડ કરશે પણ જો સમગ્ર શહેરના બજાર બંધ હશે તો ભીડ નહીં થાય તે વાત ચોક્કસ છે.

આ પણ વાંચો: ધ્યાન રાખો, અમદાવાદમાં વેન્ટિલેટર સપોર્ટવાળા ફક્ત 16 જ ICU બેડ ખાલી

આ 27 વિસ્તારોના બજારો રાત્રે 10 પછી બંધ

પ્રહલાદનગર રોડ

વાયએમસીએથી કાકે કા ઢાબા ( કર્ણાવતી કલબ રોડ )

પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ ( કોર્પોરેટ રોડ )

બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ

એસ.જી. હાઇવે

ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4 અને 5 સર્વિસ રોડ

સિંધુ ભવન રોડ

બોપલ/ આંબલી રોડ

ઇસ્કોનથી બોપલ/ આંબલી રોડ

ઇસ્કોન, આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર

સાયન્સ સીટી રોડ

શીલજ સર્કલથી સાયન્સ સીટી સર્કલ સુધી 200 ફૂટના એસ.પી. રીંગ રોડ ઉપર

આંબલી સર્કલથી વૈશ્નોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ ઉપર

સી.જી. રોડ

લો ગાર્ડન ( ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિ. માર્કેટ, પંચવટી સર્કલ )

વસ્ત્રાપુર તળાવના ફરતે

માનસી સર્કલથી ડ્રાઇવ ઇન રોડ

ડ્રાઇવ ઇન રોડ

ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ ( પ્રહલાદનગર 100 ફૂટ રોડ )

શ્યામલ બ્રીજથી જીવરાજ ક્રોસ રોડ

બળીયાદેવ મંદિરથી જીવરાજ કોર્સો રોડ

આઇ.આઇ.એમ. રોડ

શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ ( બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ )

રોયલ અકબર ટાવર પાસે

સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ

સરખેજ રોઝા/ કેડિલા સર્કલ / ઉજાલા સર્કલ

સાણંદ ક્રોસ રોડ/ શાંતિપુરા ક્રોસ રોડ