Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: કોરોના થયાના ડરથી મહિલાએ એસિડ ગટગટાવ્યું, સારવારમાં મોત

અમદાવાદ: કોરોના થયાના ડરથી મહિલાએ એસિડ ગટગટાવ્યું, સારવારમાં મોત

0
84

મહિલાને ત્રણ-ચાર દિવસથી શરદી અને ઉધરસ સાથે તાવ આવતો હતો woman committed suicide fear of Corona

અમદાવાદ: દિવાળી દરમિયાન લોકોએ કરેલી ભૂલ હવે ભારે પડી રહી છે. ગુજરાત સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારના રોજ જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 1340 કેસ નોંધાયા છ. જ્યારે 7 દર્દીના મોત નિપજ્યા છે. તેવામાં અમદાવાદના ઠક્કરબાપા નગરમાં રહેતા 29 વર્ષીય મહિલાએ કોરોના ડરથી આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. woman committed suicide fear of Corona

મળતી માહિતી મુજબ અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી મહાવીર નગર સોસાયટીમાં રહેતાં નયના પટેલને ત્રણ-ચાર દિવસથી શરદી અને ઉધરસ સાથે તાવ આવતો હતો. અને દિવાળી દરમિયાન અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો. તેથી નયનાબેનને બીક હતી કે તેઓ કોરોનાથી મરી જશે અને આ બીકના લીધે તેમણે જાતે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું. નયનાબેને કોરોના થવાના ભયે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને શરીર ઉપર પણ એસિડ છાંટી દીધું હતું. તે પછી તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન નયનાબેનનુ મોત થયું હતુ. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. w oman committed suicide fear of Corona

આ પણ વાંચો: ગુજરાતમાં દોઢ મહિના બાદ1 દિવસમાં 1300થી વધુ કોરોના કેસ નોંધાયા

શુક્રવારથી અમદાવાદમાં રાત્રીના 9થી સવારના 6 સુધી કર્ફ્યુ

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે તારીખ 20 નવેમ્બર શુક્રવાર રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ ગુરુવારે પરિપત્ર બહાર પાડી અમદાવાદમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નિર્ણય માત્ર રાજ્યમાં અમદાવાદ પુરતો છે. બીજા શહેરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો નથી. નવો આદેશ બહાર ન પડાય ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રખાશે. woman committed suicide fear of Corona

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. દિવાળી પહેલા કોરોના કાબૂમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતુ પરંતુ દિવાળીની ખરીદી દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરતા સરકાર અને કોરોના વોરિયરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1340 નવા કોરોના કેસ નોંધાય છે, જ્યારે આ દરમિયાન 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ આંકડો 1,92,382એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 3830 એ પહોંચ્યો છે. woman committed suicide fear of Corona