Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઘરના છોકરા ઘંટી ચાટે ને પતિ પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં રહે! પત્નીએ કરી ફરિયાદ

ઘરના છોકરા ઘંટી ચાટે ને પતિ પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં રહે! પત્નીએ કરી ફરિયાદ

0
320
  • છેલ્લાં 10 વર્ષથી પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં રહેતાં રેલ્વે અધિકારી પર પત્નીએ કેસ કર્યો
  • ફોન પર અને રૂબરૂ મળીને અવારનવાર મારવાની ધમકી આપતા પત્નીની ફરિયાદ
  • કોર્ટના હુકમ બાદ પણ પતિએ ભરણપોષણ ન ચૂકવ્યું  હોવાથી કેસ ચાલુ

અમદાવાદ : ઘરના છોકરા ઘંટી ચાટે ને રેલ્વે અધિકારી પતિ પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં પડ્યો પાથર્યો રહેતો હોવાની ઘટના સરદારનગર (Ahmedabad News) બની છે. છેલ્લાં દસ વર્ષથી પત્નીને ન રાખતા અને પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં રહેતાં રેલ્વે અધિકારી પર પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. આ મામલે પતિએ કેસ પાછો ખેંચવા યુવાન પુત્રની હાજરીમાં પત્નીને જાનથી મારવાની ધમકી આપી હતી. પત્નીએ પતિની ઘમકીને પગલે ખાડીયા પોલીસ સ્ટેશનમાં મંગળવારે ફરિયાદ નોંધાવી છે.

સરદારનગરમાં ભદ્રેશ્વર સોસાયટીમાં રહેતાં માયાબહેન (નામ બદલ્યું છે) તેમના સાસુ અને પુત્ર સાથે રહે છે. પુત્રીના લગ્ન થઈ ગયા હોવાથી તે સાસરીમાં રહે છે. માયાબહેનના પતિ દિપકભાઈ રેલ્વેમાં નોકરી કરે છે. પતિ દીપકભાઈ છેલ્લા 10 વર્ષથી પત્નીને રાખતા ન હોઈ માયાબહેનએ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો.

આ પણ વાંચોઃ SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટા નક્શાનો કર્યો ઉપયોગ, ભારતે અધવચ્ચે ચર્ચા છોડી

કેસ પરત ખેંચી લેવા પતિ જુદા-જુદા નંબરોથી ફોન કરી ધમકી આપતો (Ahmedabad News)

કોર્ટે રૂ. 7500 ભરણપોષણ આપવાનો હુકમ કર્યા બાદ પણ પતિએ ભરણપોષણ ચૂકવ્યું ન હોવાથી કેસ ચાલુ છે. દરમ્યાનમાં પતિ કેસ પરત ખેંચી લેવા માટે માયાબહેનને જુદા-જુદા નંબરોથી ફોન કરી ધમકી આપતો હતો. એક તરફ મહિલા માયાબહેન પોતાના વૃદ્ધ સાસુ સાથે રહે છે જ્યારે પતિ માં, પત્ની અને સંતાનને છોડી પરસ્ત્રી સાથે સરકીટ હાઉસ (Ahmedabad News) માં રહે છે.

મંગળવારે સાંજે માયાબહેન યુવાન પુત્ર સાથે દર્શન કરવા માટે સારંગપુર (Ahmedabad News) રણછોડરાય મંદીરે દર્શન કરવા ગયા હતાં. તેઓ ચાલતા પરત ફરી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં મળી ગયેલા પતિ દિપકભાઈએ માયાબહેનને ઉભા રાખ્યા હતાં. પતિ દિપકભાઈએ, તું ભરણપોષણ માટે બહુ દબાણ કરાવે છે, તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. તું મારા પર કરેલો કેસ પાછો ખેંચી લે. હું તને કોઈ ભરણપોષણ આપવાનો નથી. જો તું કેસ પાછો નહીં ખેંચે તો હું તને જાનથી મારી નાંખીશ. આ રીતે જાહેરમાં પત્નીને ધમકી આપી પતિ નીકળી ગયો હતો.

માયાબહેનએ ફોન પર અને રૂબરૂ મળીને અવારનવાર મારવાની ધમકી આપતા પતિની ચેતવણીને ગંભીરતાથી લઈ ખાડીયા પોલીસ સ્ટેશન (Ahmedabad News) માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માયાબહેનની ફરિયાદ આધારે તેમના પતિ દિપકભાઈ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 50 લાખ પાર, 82 હજારથી વધુ મોત