Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ સોસાયટીમાં 80 જણા કોરોના પોઝિટિવ

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ સોસાયટીમાં 80 જણા કોરોના પોઝિટિવ

0
215
  • સાઉથ બોપલના સફલ 1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટિવ કેસ South Bopal Corona

  • બંને બિલ્ડિંગને સિલ કરી કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી

અમદાવાદ: ગત રોજ અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. ત્યાં આજે ફરી શહેરના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલમાં આવેલી સફલ-1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટવ કેસ એકસાથે આવતા તંત્ર દોડથું થઇ ગયું છે. સફલ 1 અને સફલ 2 એમ બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને તેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવી છે. South Bopal Corona

શનિવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં પણ અત્યાર સુધીના સૌથી વધુ 373 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે એક જ વિસ્તારની બે બિલ્ડિંગમાં 80 જેટલા કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ સફલ 1માં 42 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે સફલ 2માં 38 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યા કોરોનાના કેસો નોંધાતા બધા કેસો નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને બંનેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવી છે. South Bopal Corona

અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ South Bopal Corona

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે અમદાવાદ વિસ્તારમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી સતત 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તે ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોરોનાની ભયાનકતા પોલીસ જવાનના પરિવારે જોઈ, 5 જ દિવસમાં માતા-પિતા અને ભાઈનું નિધન

અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1500 બેડ ખાલી

શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સ્થિતિની સમીક્ષા કરવા માટે અધીક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સારવાર માટે શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. South Bopal Corona

આ બેઠકમાં બાદ સામે આવેલી પ્રેસ રિલીઝમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ કોરોના દર્દીઓ માટે ખાલી છે. આથી શહેરીજનોએ ગભરાવવાની જરૂરત નથી.

ખાનગી હોસ્પિટલો કૃત્રિમ અછત ઉભી કરી રહી છે

કેટલીક ખાનગી હોસ્પિટલો ગોરખધંધા આચરીને દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય, તો પણ ખાલી પથારીઓ ભરીને બેડની કુત્રિમ અછત ઉભી કરી રહી છે. આવી હોસ્પિટલોના નામો AMCને જાણવા મળ્યા છે. આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલમાં કુત્રિમ રીતે ઉભી કરેલી પથારીની અછત સહન નહીં કરવામાં આવે. આ ઉપરાંત શહેરની વધુ 8 થી 10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. South Bopal Corona

આ પણ વાંચો: રાજયમાં કફર્યું લંબાવવા વિશે નીતિન પટેલનું મોટું નિવેદન

એક જ પરિવારના સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવાની સૂચના

આ ઉપરાંત 108 સર્વિસને સૂચના આપવામાં આવી છે કે, બને ત્યાં સુધી એક જ પરિવારના સભ્યોને જુદી-જુદી હોસ્પિટલોમાં લઈ જવાના બદલે એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9