પોલીસ બનાવને ગંભીરતાથી લઈ સ્થળ પર પહોંચી હતી Science City Leopard
અમદાવાદ: સાયન્સ સીટી વિસ્તારના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે દિપડો આવ્યાના મેસેજે સોલા પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી. પોલીસ ટીમ બનાવને પગલે દોડતી થઈ ગઈ હતી. ફોન કરનારે સોલા પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગ્યે ફોન કરી રાત્રે દિપડો આવ્યાની વાત કરી હતી. પોલીસ બનાવને ગંભીરતાથી લઈ સ્થળ પર પહોંચી હતી. Science City Leopard
મેસેજ કરનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, જમીન પર પડેલા પગલાં પરથી મને લાગે છે. તે જંગલી જાનવર દિપડાના છે. પોલીસે હેતાર્થ પાર્ટી પ્લોટ અને આસપાસના વિસ્તારમાં ચારે તરફ તપાસ કરી હતી. Science City Leopard
આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીની સંખ્યા 4 હજાર પાર
પોલીસને કલાકોની મહેનત બાદ પણ દિપડો કે દિપડાના પગલાં મળ્યા ન હતા. આખરે પોલીસે અનુમાન કર્યું કે, ફોન ખોટી રીતે થયો હશે, ફોન કરનાર પર પોલીસને શરૂઆતમાં ગુસ્સો આવ્યો હતો. જોકે તપાસ બાદ દિપડો ના આવ્યાની બાબતથી પોલીસે રાહત અનુભવી હતી.
સોલા પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ ટેબલ પર એક વ્યક્તિએ ફોન કરી હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે દિપડો આવ્યાનો મેસેજ કર્યો હતો. એ વ્યક્તિના કહેવા મુજબ જમીન પર પડેલા પગલાંની છાપ જોતા તે દિપડાની હોવાનું લાગે છે. જોકે અમારા સ્ટાફએ સ્થળ પર તપાસ કરતા આવું કઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. Science City Leopard