Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 1500 વેલ્ફેર ફંડ નહીં ભરવાના કારણે 22 વકીલોના સ્વજનોએ 3.50 લાખ ગુમાવ્યા

1500 વેલ્ફેર ફંડ નહીં ભરવાના કારણે 22 વકીલોના સ્વજનોએ 3.50 લાખ ગુમાવ્યા

0
253
  • 49 ધારાશાસ્ત્રીઓના વારસદારોને 1.35 કરોડ મુત્યુ સહાય ચુકવવાનો નિર્ણય

  • 126 અરજીઓમાંથી 71 ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજીઓ હાથ ધરી

અમદાવાદ: વેલ્ફેર ફંડ ભરી જવા માટે ગુજરાત બાર કાઉન્સિલ તરફથી સભ્યોને વારંવાર વિનંતી કરવામાં આવે છે. એટલે સુધી કે રકમ ભરવાની મુદત અવારનવાર લંબાવવામાં આવે છે. હવે છેલ્લી તારીખ 30મી નવેમ્બર સુધીમાં ફી ભરી દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો હવે પણ વકીલો ફી નહીં ભરે તો તેમના વારસદારોને મુત્યુ સહાય મેળવવા હક્કદાર રહેશે નહીં તેમ જણાવ્યું છે. આજની બેઠકમાં 71માંથી 22 ધારાશાસ્ત્રીઓએ વેલફેર ફી ભરી નહીં હોવાથી તેમના વારસદારોને 3.50 લાખ રૂપિયાની મૃત્યુ સહાય ચુકવવામાં આવી નથી. જયારે 49 વકીલોના વારસદારોને 1.35 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ પૈકી જે ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનેલા છે. તેમને નિયમિત રિન્યુઅલ ફી ભરે છે તેવા મુત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમાં રૂપિયા 3.50 લાખ રૂપિયા મુત્યુ સહાય ચુકવવામાં આવે છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલને કોર્ટ કાર્યવાહી માટે કોઇ જ માન નથી, ઇરાદાપૂર્વક ગૈરહાજર રહે છે- સરકાર

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિરીટ બારોટ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત તેમ જ એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્ય અનિલ કેલ્લાંની હાજરીમાં આજે ગુજરાતમાં મૃત્યુ પામેલા 126 ધારાશાસ્ત્રીઓ પૈકી 71 જેટલાં ધારાશાસ્ત્રીઓના વારસદારોની આવેલી મૃત્યુ સહાયની અરજીઓ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 49 વકીલોના વારસદારોને 1.35 કરોડ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ત્રીજા બ્લોક પિરિયડની રિન્યુઅલ ફીના ગાળાની વાર્ષિક વેલફેર ફંડની રિન્યુઅલ ફી તા. 30મી નવેમ્બર સુધી ભરવાની ફરજિયાત કરવામાં આવી છે. જો કોઇપણ ધારાશાસ્ત્રીએ અગાઉની તેમ જ વર્તમાન સમયના ત્રીજા વાર્ષિક રિન્યુઅલ ફી સમયસર ભરશે નહીં તો તેવા ધારાશાસ્ત્રીના વારસદારો ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ મળતી મૃત્યુ સહાયની રકમ રૂપિયા 3,50,000 મેળવવા હક્કદાર રહેશે નહીં.

આ પણ વાંચો: નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર આરોપીની પોલીસ દ્વારા 28 ગામોમાં શોધખોળ શરુ

એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્ય અનિલ કેલ્લાંએ જણાવ્યું હતું કે 71 પૈકી 22 ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફીની રકમ ભરી ના હોવાથી તેમના વારસદારોને મૃત્યુ સહાય મેળવવા માટેની અરજી નકારી કાઢી હતી. જયારે નોકરીમાં નિવૃત થયા પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓના વારસદારોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા સુધીની રકમ ચુકવવામાં આવે છે, આ 49 મૃતક ધારાશાસ્ત્રીઓમાં પણ કેટલાંક આવા ધારાશાસ્ત્રીઓ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં છ માસમાં ગુજરાતના મૃત્યુ પામનારા 200 ઉપરાંતના મૃત્યુ પામનારા ધારાશાસ્ત્રીના વારસદારોને આશરે 5 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવ્યા છે.