Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કરફ્યુના અમલ માટે પોલીસને લોકો સાથે સંઘર્ષમાં ન ઉતરવા પોલીસ કમિશ્નરની તાકીદ

કરફ્યુના અમલ માટે પોલીસને લોકો સાથે સંઘર્ષમાં ન ઉતરવા પોલીસ કમિશ્નરની તાકીદ

0
29

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના (Ahmedabad news Police news)અધ્યક્ષ પદ હેઠળ કરફ્યુના અમલ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં આવશ્યક સેવાઓ અને છૂટછાટને લઈને માર્ગદર્શન અપાયું છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સેક્ટર 1-2ના જેસીપીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસને ખાસ કહેવામાં (Ahmedabad news Police news) આવ્યું છે કે કરફ્યુનો અમલ કરાવવાની સાથે તે લોકોને સંઘર્ષમાં ઉતરવાનું ના આવે તે પણ ખાસ ધ્યાનમાં રાખે. આજની રાતે નવ વાગ્યાથી ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત શરૂ થઈ જશે. પોલીસ દુકાનો અને રેસ્ટોરા બંધ કરાવશે. આ સિવાય તે વાહનોની અવરજવર પણ અટકાવશે. કરફ્યુ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં કરફ્યુની અમલવારી અને જાહેરનામા અંગે સૂચનો અપાયા છે. તેની સાથે-સાથે પોલીસને વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને કામ કરવાની સૂચના અપાઈ છે.

આ પણ વાંચો:On The Spot કોરોના ટેસ્ટ: માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ, પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ