Gujarat Exclusive > The Exclusive > કોર્ટે પીરાણા અગ્નિકાંડના આરોપી નાનું ભરવાડના જામીન મંજુર કર્યા

કોર્ટે પીરાણા અગ્નિકાંડના આરોપી નાનું ભરવાડના જામીન મંજુર કર્યા

0
54

સાહિલ એન્ટરપ્રાઇઝમાં બ્લાસ્ટ બાદ નાનું કાકા ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરી રહેલા 12 લોકોના મોત થયા હતા Nanu Bharwad

અમદાવાદ: શહેરના પીપલજ-પીરાણા રોડ પર આવેલી ફેકટરીમાં અગ્નિકાંડની ઘટનામાં આરોપી નાનું ભરવાડ (Nanu Bharwad)ના અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે જામીન મંજુર કર્યા છે. સાહિલ એન્ટરપ્રાઇઝમાં બ્લાસ્ટની ઘટના બાદ નાનું કાકા ઇન્ડસ્ટ્રીયલ શેડમાં કામ કરતા 12 લોકોના મોત નીપજ્યાં હતા.

કોર્ટે આ કેસના ત્રણેય આરોપી – હેતલ સુતરિયા (Hetal Sutariya), નાનું ભરવાડ (Nanu Bharwad)અને બૂટા ભરવાડ (Boota Bharwad)ના અગાઉ રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કોર્ટ સમક્ષ કરી હતી. કોર્ટે નાનું ભરવાડ (Nanu Bharwad)ના 7મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. સાહિલ એન્ટરપ્રાઇઝના માલિક હેતલ સુતરિયાના 10મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતાં. આ કેસમાં આરોપીઓ સામે માનુષ્ય વધ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા માટે રજૂ કરાયેલા કારણોમાં જણાવમાં આવ્યું હતું કે ફેકટરી ભાડે ક્યારે આપવામાં આવી હતી. ભાડે લેનાર અગાઉ ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલા હતો જેવા મુદાની તપાસ બાકી હોવાથી રિમાન્ડ આપવામાં આવે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

આ દુર્ઘટના પર કાબુ મેળવવા માટે 24 અગ્નિશામક વાહન અને 60 ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકણમાં પોલીસે ગોડાઉનના મલિક, ભાડે રાખનાર અને અન્ય વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

4 નવેમ્બરના રોજ થયેલા બ્લાસ્ટમાં ફેકટરીમાં કામ કરનાર 12 લોકોના મોત નીપજ્યાં હતા. આગની ઘટના જ્યારે બની ત્યારે ફેકટરીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘવાયેલા લોકોને એલ.જી હોસ્પિયલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 12 મૃતકો પૈકી 5 મહિલાઓ પણ સામેલ છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી હતી.