Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 8 ચોરીના કેસમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર આરોપીના કોર્ટે જામીન મંજુર કર્યા

8 ચોરીના કેસમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર આરોપીના કોર્ટે જામીન મંજુર કર્યા

0
27

કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીને જામીન મળ્યા history sheeter Umrav Baloch

અમદાવાદ: ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને અગાઉ લગભગ 8 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીના અમદાવાદની સ્થાનિક કોર્ટે જામીન મંજુર કર્યા છે. કોર્ટે આરોપી વિરુદ્ધ વર્ષ 2019માં કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મંજુર કર્યા છે. history sheeter Umrav Baloch

અરજદાર આરોપી – ઉમરાવ બ્લોચ સામે વર્ષ 2017માં રીક્ષા ચોરીને લગતા ત્રણ ગુના દાખલ થયેલા છે જ્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે એક ગુનો નોંધાયેલો છે. આ સિવાય આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીને લગતા 3 કેસ નોંધાયેલા છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. આરોપી તરફે તેની સામે કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સીઆરપીસીની કલમ 439 મુજબ જામીન અરજી કરી હતી. history sheeter Umrav Baloch

અમદાવાદની સ્થાનિક કોર્ટે આરોપીના જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે આરોપીનું નામ FIRમાં સામેલ નથી, સાક્ષીઓના નિવેદનના આધારે થયેલી તપાસ મુજબ તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે અને જો આરોપીને જામીન આપવામાં નહિ આવે તો આ પ્રિ-કન્વીક્શન સમાન બાબત થશે. જેથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. history sheeter Umrav Baloch

આ પણ વાંચો: રાજપીપળા: એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ, તલવાર-ધારીયા ઉછળતા મામલો તંગ

કોર્ટે આરોપીને 15 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજુર કર્યા હતાં. કોર્ટે આરોપીને ગુજરાત છોડતા પહેલા કોર્ટની પરવાનગી લેવાની શરતે જામીન મંજુર કર્યા છે. આ સિવાય આરોપીને 7 દિવસમાં પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. history sheeter Umrav Baloch

અરજદાર-આરોપીના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપીને ખોટી રીતે સાક્ષીઓના નિવેદનના આધારે ગુનામાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પાસેથી મુદ્દામાલ પણ જપ્ત થયું નથી. આ કેસના અન્ય આરોપીને પણ જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2019માં આરોપી વિરુદ્ધ વધુ એક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી.