Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હાર્દિક પટેલને કોર્ટ કાર્યવાહી માટે કોઇ જ માન નથી, ઇરાદાપૂર્વક ગૈરહાજર રહે છે- સરકાર

હાર્દિક પટેલને કોર્ટ કાર્યવાહી માટે કોઇ જ માન નથી, ઇરાદાપૂર્વક ગૈરહાજર રહે છે- સરકાર

0
52

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે રાજ્ય સરકાર તરફે હાઈકોર્ટે સમક્ષ રજૂ કરાયેલા સોગંધનામામાં જણાવવામાં આવ્યું છે કે હાર્દિક પટેલને કોર્ટની કાર્યવાહી માટે કોઇ જ માન નથી અને એટલા માટે ઇરાદાપૂર્વક કોર્ટમાં ગૈરહાજર રહે છે. આ મામલે વધુ સુનાવણી 29ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. Hardik patel news

અરજદાર હાર્દિક પટેલ વતી વકીલ આનંદ યાજ્ઞિક તરફે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર છેલ્લી ઘડીએ સોગંદનામું રજૂ કરે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ કેસની કાર્યવહીમાં વિલંબ કરવા માંગે છે. આ કેસમાં અર્જન્સીને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી 29મી ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી રજૂ કરેલા સોગંધનામામાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પટેલને કોર્ટ માટે માન નથી અને સુનાવણી દરમિયાન ગૈરહાજર રહે છે. પોલીસ અરેસ્ટ વોરન્ટની બજવણી કરવા ગઇ ત્યારે પણ હાર્દિક ઘરે મળ્યો નહીં અને સરનામા પર કોઇ અન્ય વ્યક્તિ પાંચ મહિનાથી રહેતા હોવાનુ પોલીસને જાણ થઇ હતી. Hardik patel news

આ પણ વાંચો: તંત્રને ઊંઘમાંથી જગાડવા રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા

હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજૂરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેની પાર્ટીના પ્રચાર માટે હાર્દિક પટેલ ગુજરાત બહાર જવા માંગે છે. વળી તેની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસ પેન્ડિંગ છે અને તેના માટે વકીલોનું માર્ગદશન જરૂરી હોવાથી અવરનવર દિલ્હી જવાની જરૂર પડે છે.

નોંધનીય છે કે અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકની ગુજરાત બહાર જવા દેવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામે લાદવામાં આવેલા રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા. આ શરતમાં હંગામી ધોરણે રાહત મેળવવા માટે હાર્દિકે હાઈકોર્ટમાં અરજી કરી છે. Hardik patel news

અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની જામીનની શરતમાં છૂટ આપવાનો ઇનકાર કરતા જણાવાયું હતું કે હાર્દિકના રેકોર્ડને ધ્યાને લેતા માલુમ થાય છે કે કોર્ટની કાર્યાવહીમાં વિલંબ કરવા માંગે છે, આવી સ્થિતિમાં તેને ગુજરાત બહાર જવા દેવાની મંજૂરી આપી શકાય નહિ. અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિકની જામીનની શરતમાં ફેરફારની માંગ કરતી અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે દલીલ કરી હતી કે હાર્દિક રાજદ્રોહ કેસની 61 મુદત દરમિયાન હાજર રહ્યો નથી. કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ તેની સામે ઘણીવાર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. હાર્દિકને જો ગુજરાત બહાર જવાની મંજૂરી આપવામાં આવશે તો નિયમોનું પાલન કરશે નહિ. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત કુલ 36 અલગ અલગ ગુના દાખલ છે.

આ પણ વાંચો: નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર આરોપીની પોલીસ દ્વારા 28 ગામોમાં શોધખોળ શરુ

ઉલ્લેખનીય છે કે 2015 GMDC ગ્રાઉન્ડમાં જાહેર કાર્યક્રમ બાદ અચાનક હિંસા ફાટી નીકળી હતી અને હાર્દિક સહિત કેટલાક લોકો પર સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.