Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GTU દ્વારા રોબોટીક્સ પર 5 દિવસીય FDPનો આજથી પ્રારંભ થયો

GTU દ્વારા રોબોટીક્સ પર 5 દિવસીય FDPનો આજથી પ્રારંભ થયો

0
244
  • રોબોટીક્સના બેઝિકથી લઇને એડવાન્સ લેવલ સુધીનો માર્ગદર્શન અપાશે

  • બાયો ઈન્સ્ફાયર રોબર્ટ્સ અને અંડર વોટર રોબોટીક્સ જેવા મુદ્દાઓને પણ આવરી લેવાશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝમાં ટેક્નિકલ શિક્ષણ સંબઘિત જ્ઞાનમાં સતત વધારો થાય તે હેતુસર વિવિધ વિષયો પર સમયાંતરે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું (FDP) આયોજન કરવામાં આવે છે. GTU સંચાલિત ડિઝાઈન ઈનોવેશન સેન્ટર અને કમ્યુનિટી ઈનોવેશન ક્રોક્રિએશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજે 27 ઓક્ટોબરથી રોબોટીક્સ વિષય પર 5 દિવસીય FDPનું આયોજન કરવામાં આવ્યું છે.

રોબોટીક્સ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

અટલ એકેડમી સ્કિમ અંતર્ગત આયોજીત 5 દિવસીય એફડીમાં રોબોટીક્સ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જેમાં રોબોટીક્સના બેઝીક લઈને તેના એડવાન્સ લેવલ, તેના કાયનામેટીક્સ અને ઈનવર્સ કાયનામેટીક્સ, રોબોટીક્સનું મટીરીયલ્સ અને તેના સેન્સરનું મટીરીયલ્સ, તેનું પાથ લર્નિંગ આ ઉપરાંત બાયો ઈન્સપાયર્સ રોબર્ટ જેમાં નૈસર્ગિંક સંપદા અને સજીવોની સંવેદનાનું રોબોટીકેસમાં ઈમ્પલિમેન્ટેશન , અંડર વોટર રોબોટીક્સ જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટી વિશે વિવિધ પ્રકારે રીસર્ચ કરી શકાશે. આ ઉપરાંત એરીયલ રોબોટીક્સમાં નવીનતમ ડ્રોન ટેક્નોલોજી ઉપરાંત ડિઝાઈન ઈનોવેશન સંબધીત પ્રોજેક્ટ્સની પસંદગી અને ટીમનું સિલેક્શન જેવા મહત્વના મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એફડીપીમાં આઈઆઈટી , એમઆઈટી તેમજ સ્ટેટ યુનિવર્સિટીના 13 જેટલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં 21 થી વધુ રાજ્યોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ભાગ લેશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં હાજર રહેવામાંથી મેટ્રોપોલિટન કોર્ટે મુક્તિ આપી

આગ્રા અને ચેન્નઈની યુનિવર્સિટી પણ ભાગ લેશે

GTU સહિત આગ્રાની દયાલબાગ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરીંગ અને ચેન્નઈની આઈઆઈટી ડિએમ યુનિવર્સિટી પણ ભાગ લેશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ( એફડીપી )નો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે એઆઈસીટીઈના વાઈસ ચેરમેન ડૉ. એમ. ટી. પૂનિયા , જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીઆઈસી ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણ , દયાલબાગ યુનિવર્સિટીના કુલસચિવ પ્રો. આનંદ મોહન , એઆઈસીટીઈના મેમ્બર સેક્રેટરી પ્રો. રવિ કુમાર , અટલ એકેડમીના ડિરેક્ટર ડૉ. રવિન્દ્ર સોની અને આઈઆઈટી ડિએમના પ્રો. બંસીધર માંઝી સહિતના મહેમાનો ઉદ્દધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.