Gujarat Exclusive > ગુજરાત > કરફ્યુ ઇફેક્ટઃ અમદાવાદમાં ખરીદી માટે ભારે ભીડ, સોમવાર પછી પણ બધુ બંધ રહેવાની લોકોમાં દહેશત

કરફ્યુ ઇફેક્ટઃ અમદાવાદમાં ખરીદી માટે ભારે ભીડ, સોમવાર પછી પણ બધુ બંધ રહેવાની લોકોમાં દહેશત

0
121

અમદાવાદઃ સરકાર દ્વારા શુક્રવાર રાતથી સોમવાર સવારના છ વાગ્યા સુધી લાદવામાં આવેલા કરફ્યુના લીધે લોકોએ આ કરફ્યુ લંબાય તેવા ભયે મોટાપાયા પર રિટેલ સ્ટોર્સથી લઈને કરિયાણાની દુકાનોમાં ખરીદી કરવા (Ahmedabad news Curfew news)માટે દોટ લગાવી હતી. તેના લીધે ડી માર્ટ, રિલાયન્સ માર્ટ, બિગ બાઝાર જેવા મોટા સ્ટોર્સની સાથે નાના કરિયાણાની દુકાનો પર મોટી ભીડ જોવા મળી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં સર્વગ્રાહી ધોરણે કરફ્યુ (Ahmedabad news Curfew news)લગાવવાનું કોઈ આયોજન નથી અને વિચારણા પણ નથી છતાં પણ લોકોએ સવારથી લાઇનમાં રહી ગયા હતા. લોકોએ જણાવ્યું હતું કે તે વખતે પણ પહેલા એક જ દિવસનું લોકડાઉન હતુ અને પછી સીધું 21 દિવસનું લોકડાઉન કરી દેવાયું હતુ. તે સમયે તેઓ ઊંઘતા ઝડપાયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આજ રાત્રે 9થી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ અમલી બનશે

તેથી સરકાર ફરીથી આવું કરે તો તેમની સ્થિતિ વણસી જાય. તેથી સરકારે (Ahmedabad news Curfew news)ભલે કહ્યું કે કરફ્યુ લાદવામાં આવનાર નથી, પરંતુ તેઓને સરકાર પર કોઈ ભરોસો નથી. તેમનું માનવું છે કે સરકાર કોરોનાના કાળમાં ગમે ત્યારે ગમે તે નિર્ણય લઈ શકે છે. આ સંજોગોમાં તેઓ કોઈપણ રીતે ઊંઘતા ઝડપાવવા માંગતા નથી.

સરકારના નિર્ણયના બદલે લોકોને હવે પોતાની (Ahmedabad news Curfew news)અગમચેતીમાં વધુ વિશ્વાસ છે. જો કે આ લાઇનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. ડી માર્ટ વગેરે જેવા મોલ એક સાથે ચાર કરતાં વધારે લોકોને પ્રવેશ આપતા ન હતા, તેના લીધે બહાર વધારે ભીડ થઈ ગઈ હતી. કરિયાણાની દુકાનોમાં પણ દુકાનદારો લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે વિનંતી કરતા હતા.

આ પણ વાંચોઃભાગેડુ નિત્યાનંદ સાથે સંકળાયેલી મંજુલા શ્રોફની DPS સ્કૂલને ફરી શરૂ કરવા દલાલો સક્રિય