Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ જિલ્લાના બારેજામાં 21થી 30 નવેમ્બર દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદ જિલ્લાના બારેજામાં 21થી 30 નવેમ્બર દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન

0
133

બારેજા નગરપાલિકા અમદાવાદ શહેરથી બે ડગલા આગળ વધી ગઈ

અમદાવાદઃ અમદાવાદની જિલ્લાના બારેજામાં 21થી 30 નવેમ્બર દરમિયાન સ્વૈચ્છિક (Ahmedabad news Bareja Corona) લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બારેજા નગરપાલિકાએ આ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે અમદાવાદ શહેરમાં એક દિવસ પહેલાં કરફ્યુ કે લોકડાઉનનો ઇન્કાર કર્યો હતો, પરંતુ આજે સરકારે 20મી નવેમ્બરથી અમલમાં આવે તે રીતે અને આગળ સૂચના ન મળે ત્યાં સુધી અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુ લાદ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે (Ahmedabad news Bareja Corona)તારીખ 20 નવેમ્બર શુક્રવાર રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે.  

અમદાવાદના આ પગલાંની અસર નજીકના શહેર બારેજામાં પણ પડી છે. બારેજાએ પણ કોરોના વકરે નહી તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. આ સિવાય સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ કોરોનાના કેસો વધતા અમદાવાદ જેવા પગલાંની વિચારણા કરવામાં આવી રહી છે.