Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં એએમટીએસ કરફ્યુના બંને દિવસ બંધ રહેશે

અમદાવાદમાં એએમટીએસ કરફ્યુના બંને દિવસ બંધ રહેશે

0
85

અમદાવાદમાં રોજ 635 રુટ પર એએમટીએસની બસ દોડે છે ahmedabad news amts news

અમદાવાદઃ કોરોનાના વધી રહેલા ચેપના પગલે સરકારે અમદાવાદમાં શુક્રવાર (Ahmedabad news AMTS news)રાત્રિથી સોમવાર સવારના છ વાગ્યા સુધીના બે દિવસના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પગલે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) કરફ્યુના બંને દિવસ બંધ રહેશે. એએમટીએસ આજ રાતના આઠ વાગ્યાથી બંધ થઈ જશે. હાલના સમયમાં એએમટીએસની (Ahmedabad news AMTS news)બસો જુદા-જુદા 635 રુટ પર ચાલે છે. સરકાર છૂટ આપશે તો રેલવે સ્ટેશન અને એરપોર્ટના રુટ ચાલુ રાખવામાં આવશે અથવા તો સ્પેશિયલ બસો મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આજ રાત્રે 9થી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ અમલી બનશે

ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં કોરોના વકરતા સરકારે આજ રાતના (Ahmedabad news AMTS news)નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પગલે રાતના નવ વાગ્યા પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ નહીં જઈ શકે. આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે.

વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો 

સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. અમદાવાદ આવેલા લોકોએ રીતસર પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્સ તરફ દોટ લગાવી હતી.

તેના પગલે અમદાવાદના ગીતામંદિર સાથેના વિવિધ એસટી સ્ટેન્ડ ((Ahmedabad news AMTS news)પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તેની સાથે નિયમોના પાલનની વાત તો દૂર પણ નિયમ જેવું જ કશું દેખાતું ન હતું. આ સંજોગોના કોરોના ફેલાતો ક્યાંથી અટકે. આ રીતે એસટીમાં જનારા પ્રવાસીઓ જ્યાં-જ્યાં પણ જાય તે પોતાના વિસ્તારમાં સુપરસ્પ્રેડર બની શકે છે.

આ પણ વાંચોઃ CM વિજય રૂપાણીનું મોટુ નિવેદન, રાજ્યમાં લોકડાઉન નહી થાય

દિવાળીના તહેવાર પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં ((Ahmedabad news AMTS news)વધારો થવાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે. સરકારે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાતે નવ વાગ્યાથી 23મીએ સોમવારે સવારે છ વાગ્યા સુધીના 57 કલાકના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પછી સરકારે ગઈકાલે 23મીથી શાળા કોલેજો શરૂ કરવાની હતી તે નિર્ણય પર બદલતા શાળા કોલેજોને આગળ જાહેરાત થાય નહીં ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આના પછી હવે શહેરમાં આજ રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં ST બસ નહીં પ્રવેશી શકે.