Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી 3,000 કરોડના વિકાસના કામો કરાશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી 3,000 કરોડના વિકાસના કામો કરાશે

0
120

પ્રથમ તબક્કામાં એક હજાર કરોડના કામો કરાશે, ગટર અને ગટરના પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ નંખાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ સહયોગથી અમદાવાદ શહેરમાં 3000 કરોડ રૂપિયાના વિકાસના કામોની મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. જેના પ્રથમ તબક્કામાં 1000 કરોડ રૂપિયાના ગટર લાઇનો અને ગટરના પાણી ટ્રીટ કરવાના પ્લાન્ટ નાખવાના કામો કરવામાં આવશે.

ભવિષ્યમાં કરવાના થતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અંગે ગુજરાત રેસીલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્રોજેક્ટ પ્રપોઝલ રિક્વેસ્ટ રાજ્ય સરકાર સાથે તૈયાર કરી કેન્દ્ર સરકારની મંજૂરીમાં મુકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને વર્લ્ડ બેંકના અધિકારીઓ વચ્ચે તબક્કાવાર મિટિંગ થશે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ, એસ.ટી.પી સહિતના વિવિધ ખાતાઓના અધિકારીઓ અને વર્લ્ડ બેંકના અધિકારીઓ ચર્ચા વિચારણા કરશે.

આ પણ વાંચો: ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળનો અંત, નીતિન પટેલ સાથે ચર્ચા બાદ નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેંકને મોકલેલી દરખાસ્તમાં મોટેભાગે ડ્રેનેજના કામો અને ગટર લાઈનના પાણી શુદ્ધ કરવા માટે પ્લાન્ટના કામ મુકવામાં આવ્યા છે. હયાત પ્લાન્ટ થકી પાંચ પ્લાન્ટ અને સુધારા વધારા માટે 582 કરોડનો ખર્ચ કરાશે. 651 કરોડના ખર્ચે ગટર લાઈનો અપગ્રેડ કરાશે. 290 કરોડના ખર્ચે ત્રણ નવા ટર્શિયર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બાંધવામાં આવશે. 456 કરોડના ખર્ચે ખરીકટ કેનાલનો વિકાસ કરાશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9