Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCએ વધુ 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા, સૌથી વધુ સાઉથ ઝોનમાં

AMCએ વધુ 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા, સૌથી વધુ સાઉથ ઝોનમાં

0
105

અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. તેમજ 14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કરવામાં આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં 96 માઈક્રો કન્ટેન્ટ વિસ્તારો છે.

કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તાબડતોડ પગલા લઇ રહ્યું છે. ત્યારે આ કડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં જાહેર કર્યા છે. તેમાં સૌથી વધુ સાઉથ ઝોનમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કરાયા છે. ત્યારબાદ સાઉથ વેસ્ટ ઝોનમાં બે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વેસ્ટ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન બંનેમાં એક એક વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ

વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

1. ઘોડાસર_ ઘર નંબર 41, 42, 55, 56 જયક્રિષ્ના સોસાયટી વિભાગ C
2. ઈશનપુર_ ઘર નંબર A31 to A40, સંકેત ટેનામેંત
3.ઇન્દ્રાપુરી_ ઘર નંબર 5 to 12 , રાધે દુપ્લેકસ
4.પાલડી_ હરીશ અપાર્ટમેન્ટ પાર્ટ 2
5. વેજલપુર_સિધ્ધિ સોસાયટી
6. વસ્ત્રાલ_શ્રીધર દુપ્લેક્સ
7.જોધપુર_D બ્લોક ,શરણમ્ બી
8. વસ્ત્રાપુર_1 બ્લોક,બીજો માળ 8 બ્લોક, ત્રીજો માળ 9 બ્લોક અનિક એપાર્ટમેન્ટ

આ પણ વાંચો: કોરોનાના લીધે ધોરણ 9થી 12ની પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારના અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે તારીખ 20 નવેમ્બર શુક્રવાર રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ ગુરુવારે પરિપત્ર બહાર પાડી અમદાવાદમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ નિર્ણય માત્ર રાજ્યમાં અમદાવાદ પુરતો છે. બીજા શહેરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો નથી. નવો આદેશ બહાર ન પડાય ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રખાશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. દિવાળી પહેલા કોરોના કાબૂમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતુ પરંતુ દિવાળીની ખરીદી દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરતા સરકાર અને કોરોના વોરિયરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1340 નવા કોરોના કેસ નોંધાય છે, જ્યારે આ દરમિયાન 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ આંકડો 1,92,382એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 3830 એ પહોંચ્યો છે.