Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના કોર્પોરેટરને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એસી બંધ હોવાથી ગભરામણ થતાં વિમાન છોડવું પડ્યું

અમદાવાદના કોર્પોરેટરને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એસી બંધ હોવાથી ગભરામણ થતાં વિમાન છોડવું પડ્યું

0
94

કોર્પોરેટર ઈકબાલ શેખે આ બાબતે ઉડ્ડયન મંત્રી હરદિપ પુરી, એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ એરપોર્ટને ટ્વીટ કરી ફરિયાદ કરી AMC Corporator Iqbal Shaikh

અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખને સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે પૂણા જવાનું હતું માટે તેમણે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બુકિંગ કરાવ્યું હતું. નિયત સમયે તેઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને બોર્ડિંગ પાસ મેળવી વિમાનમાં પોતાની સીટ પર ગોઠવાઈ પણ ગયા હતા. હવે ઈકબાલ શેખ વિમાનમાં બેઠા બાદ વિમાનનું એસી બંધ હોવાથી તેમણે આ બાબતે વારંવાર ક્રૂ મેમ્બરને ફરિયાદ કરી હતી. તેમ છતાં લગભગ 45 મિનિટ સુધી એસી શરૂ નહીં કરાતા તેમને બ્લડ પ્રેશર અને ગભરામણની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. જેને પગલે તેમણે સ્ટાફને ફરિયાદ કરી વિમાનમાંથી ઉતરી જવાનો નિશ્ચય કર્યો હતો.

ગભરામણને કારણે ઇકબાલ શેખને વિમાન છોડવું પડ્યું હતું સાથે સાથે પરત આપવાની તેમની પુણેથી અમદાવાદની વિમાનની ટિકિટ પણ કન્ફર્મ હતી, તે પણ તેઓ મુસાફરી નથી કરી શકતા તેનું નુકસાન થયું હતું. AMC Corporator Iqbal Shaikh

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ, પ્રથમ દિવસે જાહેરનામા ભંગના અનેક ગુના નોંધાયા

આ બાબતે ઈકબાલ શેખે એરપોર્ટના મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેને પગલે તેમણે ટ્વીટર મારફતે ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, અમદાવાદ એરપોર્ટ તથા એર ઇન્ડિયાને ફરિયાદ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે તેમને યોગ્ય ન્યાય મળે છે કે કેમ?. AMC Corporator Iqbal Shaikh

AMC Corporator Iqbal Shaikh

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના મુકેશ પરીખે આ બાબતે જણાવ્યું હતું કે આ એરલાઈન્સ કંપનીની ગંભીર બેદરકારી છે જેને કારણે ગ્રાહકે પરેશાન થવું પડ્યું છે. આ મુદ્દે ગ્રાહક ફરિયાદ કરે તો એરલાઈન્સ કંપનીએ ચોક્કસ વળતર ચુકવવું પડે.