Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કર્ફ્યુ લંબાશે કે કેમ? આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

અમદાવાદમાં કર્ફ્યુ લંબાશે કે કેમ? આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

0
161
  • કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 કલાકે CM રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે

  • આજે સાંજે 6 વાગે કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે

  • અમદાવાદમાં સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યુની અવધી પૂર્ણ થઇ જશે

  • શનિવારે અમદાવાદમાં અત્યાર સુધીના સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા

અમદાવાદ: કોરોનાના કેસો વધતા અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. હવે આ કરફ્યુની મુદ્દત આવતી કાલે એટલે સોમવારે સવારે 6 કલાકે પૂર્ણ થઇ જશે, ત્યારે કરફ્યુ આગળ વધારવો કે નહીં? તે અંગેનો નિર્ણય આજે સાંજે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાશે. Ahmedabad Curfew

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવાય ગુજરાતના 3 મહાનગર વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના કેસ વધતા તકેદારીના ભાગરૂપે રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. Ahmedabad Curfew

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં 300થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. જેથી તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ અમદાવાદમાં 57 કલાકના કરફ્યુની જાહેરાત કરી હતી. આ અવધી સોમવારે સવારે 6 કલાકે પૂર્ણ થઇ રહી છે. Ahmedabad Curfew

આ પણ વાંચો: સુરત: શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, કોરોના સંક્રમણનો ખતરો વધ્યો

આથી ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો આજે સાંજે 4 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે. જેમાં એવામાં કર્ફ્યુને આગળ લંબાવવું કે નહીં તેના માટેનો નિર્ણય આજે સાંજે 6 કલાકે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવશે. Ahmedabad Curfew

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજયમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના સૌથી વધારે 1442 કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે 1515 કેસ સામે આવતા રેકોર્ડ બ્રેક કેસ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 354 કેસ નોંધાયા છે. જો કે, આ પહેલા સૌથી વધુ 5 મેં ના 336 કેસ નોંધાયા હતા જે આજે તેનો રેકોર્ડ તૂટી ગયો છે.