Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, 5 મહિના પછી સૌથી વધુ કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, 5 મહિના પછી સૌથી વધુ કેસ નોંધાયા

0
70
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 17 વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા Ahmedabad Corona Update

  • રાજ્યમાં સપ્ટેમ્બર પછી પહેલીવાર 1400થી વધુ કોરોના કેસ નોંધાયા

અમદાવાદ: દિવાળી પછી શહેરમાં કોરોનાની સ્થિતિ કથળતી જઇ રહી છે. શુક્રવારના રોજ જાહેર થયેલા આંકડા મુજબ અમદાવાદ કોર્પોરેશનમાં 305 નવા કોરોના કેસ નોંધાયા છે અને આ દરમિયાન 3 લોકોનાં મોત થયા છે. 22 જૂન પછી આજે સૌથી કોરોનાના કેસ નોંધાયા છે. અગાઉ 22 જૂનના રોજ 314 કેસ નોંધાયા હતા. આમ પાંચ મહિના પછી ફરીથી અમદાવાદમાં કોરોના ના કેસ નો આંકડો 300 પાર કરી ગયો છે. આ ઉપરાંત અમદાવાદમાં વધુ 17 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. કોરોનાના ડામવા રાજ્ય સરકાર આકરા પગલા લઇ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9થી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યુ લાદ્યુ છે. Ahmedabad Corona Update

અમદાવાદ વાસીઓએ દિવાળીમાં કરેલી ભૂલ ભારે પડી રહી છે. શહેરમાં પ્રત્યેક દિવસ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આજે જાહેર થયેલા કોરોનાના આંકડાએ તંત્ર તથા લોકોની ચિંતામાં વધારો કર્યો છે. શુક્રવારે અમદાવાદ કોર્પોરેશનમાં 305 કેસો નોંધાયા છે જ્યારે અમદાવાદ ગામમાં 22 કેસો નોંધાયા છે એટલે અમદાવાદ જિલ્લામાં કુલ 327 કોરોના કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદ જિલ્લામાં કુલ 46,595 કોરોના કેસ થઇ ચુક્યા છે અને 1,955 લોકોના મોત થયા છે. Ahmedabad Corona Update

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા શુક્રવારના રોજ 17 વિસ્તારને માઇક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 6 વિસ્તારને દૂર કરાયા છે. હવે શહેરમાં માઇક્રોકન્ટેન્ટ વિસ્તારનો આંકડો 105 પર પહોંચ્યો છે. Ahmedabad Corona Update

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 1420 કેસ

અમદાવાદ વિસ્તારમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સાઉથ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનમાં છે. સાઉથ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનમાં અલગ અલગ 5- 5 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર છે. ત્યારબાદ પશ્ચિમ ઝોનમાં 3 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર છે. તેમજ વેસ્ટ ઝોનમાં 2 વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે તેમજ નોર્થ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન બંનેમાં અલગ અલગ 1-1 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. Ahmedabad Corona Update

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા અને 7 દર્દીના મોત થયા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ કોરોનાના આંકડો 194,402એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 3,837એ પહોંચ્યો છે. આ ઉપરાંત 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે.

ચાર મહાનગરોમાં કર્ફ્યુ

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યો છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે બરોડા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અહીં રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.