Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પીપળજ-પીરાણા રોડ પર પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર મોતને ભેટ્યા

પીપળજ-પીરાણા રોડ પર પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર મોતને ભેટ્યા

0
99

પાણીની ખાલી ટાંકીની સફાઈ કરતા ગેસના લીધે ગૂંગળામણથી મોત

અમદાવાદઃ અમદાવાદમાં પીપળજ-પીરાણા રોડ પર આવેલી હાજી વોશ કંપનીમાં (Ahmedabad news Accident news)પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરો મોતને ભેટ્યા હતા.

આ જ રોડ પર હજી આવેલા ગોડાઉનમાં કેમિકલ બ્લાસ્ટ અને પછી આગ લાગતા 12થી વધુ લોકોના થયેલા મોતને મહિનાનો સમય માંડ વીત્યો છે ત્યાં અહીં આવો બીજો બનાવ બન્યો છે. કંપની કાપડના વોશિંગની કંપની છે. તેના માલિક તરીકે સલીમ અહમદ છે અને તેના ભાડૂઆત તરીકે નરેશભાઈ છે.
આ કંપનીની પાણીની ટાંકીને સાફ કરવા માટે (Ahmedabad news Accident news)હરકિશન ભરતસિંહ રાવત અને મલખાન રામજીવન કેવટને બોલાવાયા હતા. બંને નારોલ ગામના વણજારાના વતની હતી. પાણીની ખાલી ટાંકીની સાફસફાઈ કરતા ગેસની ગૂંગળામણમાં તેમના મોત થયા હતા.

તેમને આ જ સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટના સ્થળે 108ની ટીમ આવી હતી, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.08ની ટીમે બંને લોકોની તપાસ કરતા તેઓને મૃત જાહેર કર્યા હતા. બંનેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે એલજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
આ બનાવના સમાચાર મળતા જ
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. દાણીલિમડા પોલીસે ગોડાઉન માલિક સહિત 3 લોકોની અટકાયત કરી તેમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કોર્પોરેશનના અધિકારીઓ (Ahmedabad news Accident news)ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે બંને મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટ મોર્ટમ પછી તેમના મોતના વાસ્તવિક કારણ અંગે જાણી શકાશે. તેમા કમસેકમ બેથી ત્રણ દિવસનો સમય જશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9