Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં શિવાંશ જેવી ઘટના, સ્થાનિકોની મદદથી માતાને ઝડપી પાડવામાં આવી

અમદાવાદમાં શિવાંશ જેવી ઘટના, સ્થાનિકોની મદદથી માતાને ઝડપી પાડવામાં આવી

0
73

શિવાંશ કેસની શાહી હજી તો સુકાઈ નથી ત્યા તો બીજી વધુ એક બાળકની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બે દિવસના બાળકને તેની માતા મુકી ફરાર થઈ ગઈ હતી. જો કે, બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા બાળકને છોડીને પલાયન થયેલી માતાને શોધી કાઢવામાં આવી છે.

ગાંધીનગરમાં શિવાંદ કેસને હજી થોડોક જ સમય થયો છે ત્યારે આજે શિવાંશ જેવી જ ઘટના બનતા બનતા રહી ગઈ છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટમાં રહેતી મિઝોરમની મહિલા પોતાના બે દિવસના નવજાત શિશુને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી.

આ અંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું છે કે, “હું દેરાસરથી આવી હતી, ત્યારે મેં ઉપરના માળથી એક મહિલાને નીચે ઉતરતી જોઈ હતી. ઉપરથી એક બાળકના રડવાનો પણ અવાજ આવતો હતો. ત્યારે ઉપરથી કોઈ મહિલાએ બૂમ પાડી કે, કોઈ બાળક મૂકી ગયુ છે તેવી બૂમ પડતા જ મહિલા ભાગી હતી, પણ નીચે લોકોએ તેને પકડી પાડી હતી. આ ઘટના બાદ અમે પોલીસને બોલાવી હતી. મહિલાની ભાષા ખબર પડતી ન હતી, તેમજ તેની પાસે આઈકાર્ડ પણ ન હતુ. ઉપરના માળ પર નાગાલેન્ડના વતની રહેતા હતા, આ મહિલા તેમની ત્યાં આવતી હતી. મહિલા એમ જ કહેતી હતી કે હું મિઝોરમની છું.” સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે માતા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં થોડાક દિવસો પહેલા જ એક દોઢ વર્ષના બાળકને પિતા મુકી ફરાર થઈ ગયો હતો. બાળકના રડવાના અવાજના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો હતો. બાળકના માતા અને પિતાની શોધખોળ માટે પોલીસ દ્વારા એડિચોંટીનો જોર લગાડી દેવામાં આવ્યો હતો અને તેના પિતાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat