Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નરોડા ફ્રૂટ માર્કેટમાં લોકોની ભીડ, તમામ નિયમોના લીરેલીરા ઉડયા

નરોડા ફ્રૂટ માર્કેટમાં લોકોની ભીડ, તમામ નિયમોના લીરેલીરા ઉડયા

0
44

અમદાવાદમાં કોરોના કહેર વચ્ચે નરોડા ફ્રૂટ માર્કેટમાં લોકોની બેદરકારી ભારે પડી શકે છે. ફ્રૂટ માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જે ફોટો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. હાલ શહેરમાં કોરોના મહામારીના કારણે લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ લોકો બિન્દાસ્ત ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને નિયમોનું ઉલ્લઘંન કરતા પણ નજરે પડ્યા છે.

નરોડા ફ્રૂટ માર્કેટમાં મોટાભાગના લોકો કોરોનાના દર્દી માટે તેમજ પોતાની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે ફ્રૂટની ખરીદી કરી રહ્યા છે તથા હવે કેરીની સિઝન પણ આવી ગઈ છે. ત્યારે ફેરિયાઓ પણ મોટાભાગે કેસર કેરી ખરીદવા અહીયા આવે છે. આ તમામ લોકોની બેદરકારી આખા અમદાવાદ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ભીડમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.

રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે અને સતત રાજ્યમાં વધતા કેસ નવા લઈને રાજ્ય સરકાર પણ ઘણી ચિંતિત છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. સ્થિતિ એટલી ભયાવહ છે કે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો, ઓક્સિજનની અછત, ઈન્જેકશન અને દવાની પણ અછત સર્જાઈ છે. સરકારે આ પરિસ્થિતિને કાબુમાં લેવા 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો સાથે રાત્રિ કર્ફ્યૂ લાદી દીધો છે. જેથી લોકો ઘરની બહાર ન નીકળે અને સંક્રમણ વધે નહીં, પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી સ્થિતિ કાબુમાં નહીં આવે, આના માટે લોકો એ પણ સહકાર આપવો પડશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેથી શહેરના ખાનગી અને સરકારી હોસ્પિટલો ફુલ થઈ ગયા છે. જો કે, સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે અને ઘરની બહાર કામ સિવાય ન નિકળ્વા માટેના આદેશ આપ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા બજારો, પથારણા સહિતની દુકાનો બંધ રાખવાના આદેશ આપી દીધા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat