Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘Namaste Trump’ કાર્યક્રમના ખર્ચનો RTIમાં ઘટસ્ફોટ, આંખો પહોળી ન કરતા

‘Namaste Trump’ કાર્યક્રમના ખર્ચનો RTIમાં ઘટસ્ફોટ, આંખો પહોળી ન કરતા

0
568
  • RTIમાં થયો ખુલાસોઃ 24 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં 132 કરોડથી વધુ ખર્ચાયા
  • આ ખર્ચ માત્ર સ્ટેડિયમના પ્રોગ્રામનો, હોર્ડિંગ, ગરીબોની દિવાલનો ખર્ચ અલગ

અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફેબ્રુઆરીમાં અમદાવાદમાં થયેલા ‘Namaste Trump’ કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચનો હવે ઘટસ્ફોટ થયો છે. જે જાણી આંખો પહોળી થઇ શકે છે. એક RTIમાં ખુલાસો થયો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 24 ફેબ્રુઆરીના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલા કાર્યક્રમ પાછળ 130 કરોડ રુપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.

આ ખર્ચ માત્ર સ્ટેડિયમના કાર્યક્રમ (Namaste Trump)માં થયો હતો. તે સિવાય અમદાવાદમાં ઠેરઠેર લગાવાયેલા હોર્ડિંગ અને સાબરમતીની ઝૂંપડપટ્ટીને ટ્રમ્પની નજરથી છુપાવવા પાછળનો ખર્ચ વળી પાછો અલગ હતો. તેના માટે એક સમિતિએ 100 કરોડ રુપિયા ખર્ચ્યા હોવાનું સરકાર તરફથી દાવો કરાયો હતો.

આ પણ વાંચોઃ નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર બંધ, કોરોના સંક્રમણ અટકાવવા માટે લીધો નિર્ણય

નવાઇની વાત એ હતી કે સમિતિના સભ્યોને જ તેની જાણ નહતી. તેથી રાજકીય સ્તરે બહુ વિવાદ સર્જાયો હતો.

ટ્રમ્પના આગમન પહેલાં થઇ રહેલા લખલૂટ ખર્ચનો વિવાદ સર્જાતા રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પની આ મુલાકાત (Namaste Trump)અંગત છે સરકારી નથી અને તેના માટેનો ખર્ચ ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સિમિત કરી રહી છે.

જેની સામે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ ટ્વીટ કરી ટોણો પણ માર્યો હતો. તેમણે એક અખબારનું કટિંગ મુકી લખ્યું હતું કે,

“રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પાછળ રૂ. 100 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. એક સમિતિ આ ખર્ચ કરી રહી છે. સમિતના સભ્યોને પણ ખબર નથી કે તેઓ આ સમિતિના સભ્ય છે. શું દેશને એ માહિતી મેળવવાનો અધિકાર નથી કે કયા મંત્રાલયે સમિતિને કેટલી રકમ આપી? સમિતિની આડમાં સરકાર શું છૂપાવી રહી છે.”

આ પણ વાંચોઃ ગુજરાત પેટા ચૂંટણીઃ પાટીલની હાજરી છતાં Amit Shahને કેમ 3 દિવસ વહેલા આવવું પડ્યું?

હવે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ અંગેના ખર્ચનો ખુલાસો થયો છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી મુજબ ડોનાલ્ડ્ર ટ્રમ્પના બે દિવસના આ ભારત પ્રવાસમાં એક દિવસ ગુજરાત અને બીજા દિવસ દિલ્હી ગયા હતા. Namaste Trumpના કાર્યક્રમમાં ખર્ચ અંગે આરટીઆઈ કરવામાં આવી હતી.

Namaste Trump

Namaste Trump

જેમાં અરજદારોએ કરેલી RTIનો જવાબ કોર્પોરેશનના અલગ અલગ વિભાગે આપ્યો હતો. જેની વિગત આ મુજબ છે.

સ્ટેડિયમ સફાઈ નો ખર્ચ                       96,53,888 /-
પીવાના પાણી નો ખર્ચ                         26,25,100 /-
કેમેરા લાઈટ નું બિલ                              9,55,072 /-
કુલ                                                   1,32,34,060 /-

આરટીઆઇ કાર્યકર્તાએ આરોપ મુક્યો છે કે લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો. કારણ કે Namaste Trump કાર્યક્રમ માં એક વિદેશી નેતાની ગણતરીના કલાકની મુલાકાતમાં પાણી માટે પાણીની જેમ પૈસો ઉડાવવામાં આવ્યો હતો. પાણીની એક બોટલ એક લાખ લોકો સામે 26 રૂપિયામાં પડી હતી.

સ્ટેડિયમની સાફ સફાઈ કરવા માટે 3032 હંગામી કર્મચારીઓ માટે સાત દિવસના 96 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. અરજદારે માંગેલી માહિતી મુજબ ત્રણ માહિતીઓ આપવામાં આવી હતી. જેનો કુલ રકમનો આંકડો 1,32,34,060 રુપિયા છે.

આ પણ વાંચોઃ રાજ્યની 15 હજાર સરકારી શાળામાં કોમ્પ્યુટર લેબને હવે તાળાં લાગશે

વિપક્ષના નેતાનો આરોપઃ પ્રજાના પૈસે તાગડ ધિન્ના

વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, એક જ કાર્યક્રમમાં આટલો બધો ખર્ચો થવાથી કોર્પોરેશનની તિજોરી પર ભાર પડે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ થાય છે. વિપક્ષ નેતાએ આને એક સુનિયોજીત ભ્રષ્ટાચાર ગણાવ્યું હતું. લોકોએ કોર્પોરેશનના અધિકારીઓને મેયર દ્વારા કરવામાં આવેલ ફાલતુ ખર્ચ ગણાવ્યો હતો.