Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિન સચિવાલય પરિક્ષા બાદ AMC માં ભરતી કૌભાંડની આશંકા

બિન સચિવાલય પરિક્ષા બાદ AMC માં ભરતી કૌભાંડની આશંકા

0
438

બિન સચિવાલય પરિક્ષાના કૌભાંડ બાદ હવે ફરી નવી સરકારી ભરતી એક બીજુ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભરતીમાં કૌભાંડ થયુ હોય તેવી આશંકા સેવાઈ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં જુનિયર કલાર્કની ભરતીમાં ગેરરિતી થયાની આશંકા સેવાઈ રહી છે. જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયામાં ક્લાર્કની પરીક્ષાનું પરિણામ વાયરલ થઈ રહ્યુ તેને ગણવામાં આવી રહ્યું છે. જેમાં એક જ પરિવારના અનેક લોકોના નામ દેખાઈ રહ્યા છે.

એક જ પરિવારના અનેક લોકોના નામ સામે આવતા સોશિયલ મીડિયાામં અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂનિયર ક્લાર્કના 434 પદ માટે પરીક્ષા લેવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં દોઢ લાખ જેટલા ઉમેદવારોએ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જોકે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી. આ અગાઉ પરીક્ષાના સમયે અમરાઈવાડીની સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો પણ કર્યો હતો.

આગોતરા જામીનની મંજૂલા-વસંતની કોર્ટમાં અરજી, કહ્યું કે, અમે તો…