Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મનપા મહાસંગ્રામ! EVMમાં 4 મત આપ્યા બાદ રજીસ્ટ્રેશનના પીળા બટનની જફા

મનપા મહાસંગ્રામ! EVMમાં 4 મત આપ્યા બાદ રજીસ્ટ્રેશનના પીળા બટનની જફા

0
94

અમાદાવાદઃ રાજ્યના 6 મુખ્ય શહેરોમાં ઘણા મતદારોએ 4 મત આપ્યા બાદ પીળું બટન દબાવવાના મામલે મુંઝવણ અનુભવી રહ્યા છે. EVM મશીનમાં ચાર મત આપવાના હોય છે ત્યાર બાદ તેને રજીસ્ટ્રેશન કરવા માટે પીળું બટન દબાવવામાં આવે છે. જો કે, ઘણા મતદાતાઓને મત આપવા માટેની કોઈ માહિતી પણ ન હતી જેના કારણે તમામ પાર્ટીઓના મત તૂટે તેવી શક્યતા સેવાઈ રહી છે.

કોરોના સંક્રમણની દહેશત વચ્ચે ગુજરાતમાં આ સૌથી મોટી ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોરોના સંક્રમણના ડરથી પણ લોકો મત આપવા માટે ઓછા આવી રહ્યાં છે. હાલ બપોરે 2 વાગ્યા સુધી અમદાવાદમાં સરેરાશ 20 ટકા જેટલું જ મતદાન થયું છે. એમાંય પૂર્વ વિસ્તારોમાં મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપના ગઢ ગણાતા પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પોલિંગ બૂથોમાં મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. જો કે, 4 વાગ્યા સુધીમાં 30 ટકા જ મતદાન નોંધાયું છે.

ઓછા મતદાનના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જયારે આજે ઘણા એવા બુથમાં લોકોને મત આપવા અંગે કોઈ પણ પ્રકારની માહિતી હતી નહીં. જેથી તમામ પાર્ટીઓના મત તૂટશે તેવી પુરે પુરી શક્યતા સેવાઈ રહી છે. આ સાથે ખાડિયા વિસ્તારમાં બોગસ વોંટિગની માહિતી પણ સામે આવી રહી છે. બોગસ વોટીંગ થવાની જાણ એનએસયુઆઈને થતા તેઓએ ખાડિય બુથમાં હોબાળો મચાવ્યો હતો.

જો કે, ઓછા મતદાનને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક કાર્યકરને પોત પોતના વોર્ડમાં બોગસ વોટિંગને લઈ નજર રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે શહેરમાં હજી પણ 36 લાખ 83 હજાર 840 અમદાવાદીઓએ મતદાન કર્યું નથી. જેથી તે તમામ લોકોને મત આપવા માટે દરેક પાર્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat