Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બિન અધિકૃત બાંધકામ તોડવામાં ચાર ઝોન પાણીમાં બેસી ગયા

બિન અધિકૃત બાંધકામ તોડવામાં ચાર ઝોન પાણીમાં બેસી ગયા

0
150
  • ત્રણ ઝોન દ્રારા આશરે 2175 ચો. ફૂટના બિન અધિકૃત બાંધકામ તોડાયAhmedabad Municipal Corporation latest news

  • ટી.પી. રોડ પર થયેલા બાંધકામોનો ખુડદો બોલાવી દીધો

અમદાવાદ: અમદાવાદ શહેરના સાતેય ઝોન તરફથી છેલ્લાં પખવાડિયાથી બિન અધિકુત બાંધકામો તથા બિલ્ડીંગો સામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સહિતના વિભાગોએ ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ આજે મંગળવારે સાત ઝોન પૈકીના ચાર ઝોનમાં એક પણ બિન અધિકુત બાંધકામો દૂર કરવાની કામગીરી થઇ નહીં હોવાનું જણાયું છે. જયારે બાકીના ત્રણ ઝોનમાં આજે પણ ઝુંબેશ ચાલુ રાખીને આશરે કુલ 2175 ચો. ફૂટના બિન અધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. તેમાં ખાસ કરીને ટી.પી. રોડ પર થઇ ગયેલા બાંધકામો તેમ જ રહેણાંક વિસ્તારમાં માર્જીનની જગ્યા પર થયેલા કોમર્શીયલ પ્રકારના બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારીના કારણે લદાયેલા લોકડાઉન બાદ શરૂ કરાયેલા અનલોક બાદ મ્યુનિ. કમિશનરની સૂચનાથી બિન અધિકૃત બાંધકામ, મ્યુનિ.ના પ્લોટમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની ઝુંબેશ મ્યુનિ. કોર્પોરેશનના સાતેય ઝોનમાં શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોવીડ 19માં પડી ભાંગેલા ધંધાઓને બેઠા કરવા ઝઝુમતું GCCI

દરરોજ થતી કામગીરી મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવે છે. આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી કરાયેલી જાહેરાતમાં માત્ર ત્રણ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન તથા પૂર્વ ઝોનમાં અને અધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેના પરથી શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોન, દક્ષિણ, ઉત્તર, મધ્ય ઝોનમાં કામગીરી નહીં થયાંનુ જાહેર થયું હતું. Ahmedabad Municipal Corporation latest news

ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા ચોકડીથી ઓગણજ તરફનો 18 મીટર પહોળાઇનો 350 મીટર લંબાઇમાં 2 કાચા તથા 4 ક્રોસ વોલ અને ફ્રેન્સીંગ તોડી પડાઇ હતી. જયારે ઘાટલોડિયા વોર્ડમાં આનંદનગર ત્રણ રસ્તા સુધીના 12 મીટર પહોળાઇ અને 250 મીટર લંબાઇમાં 21 ઓટલા, 6 બાથરૂમ તથા 4 રૂમ તેમ જ 2 સીડી મળીને કુલ 525 ચો. ફૂટના બાંધકામો દૂર કરાયાં હતા. Ahmedabad Municipal Corporation latest news

જયારે પશ્ચિમ ઝોનમાં ચેનપુર પેટ્રોલ પંપ પાસે આવેલ શ્યામસૃષ્ટિ એપાર્ટમેન્ટના બ્લોક બી ના ગ્રાઉન્ડ ફલોર પર જી/1 ફલેટના માલિક દ્રારા માર્જીનમાં કરેલા 750 ચો. ફૂટનું કોમર્શીયલ પ્રકારનું તથા ફાયનલ પ્લોટ નં. 103માં આનંદ પાર્ટી પ્લોટ પાસે આવેલા એ/1 બેકર્સ નામનું 150 ચો. ફૂટનું કોમર્શીયલ પ્રકારનું બાંધકામ દૂર કરાયું હતું. તો પૂર્વ ઝોનમાં સત્તાધાર એસ્ટેટમાં આવેલા શેડ નં. 28, 29 અને 30ના પહેલાં માળનું 3 યુનિટનું 750 ચો. ફૂટનું કોમર્શીયલ પ્રકારનું બાંધકામ તોડી પડાયું હતું. Ahmedabad Municipal Corporation latest news