Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCના ઇલેક્શનમાં અમદાવાદમાં 2005 પછીનું સૌથી ઓછું મતદાન નોંધાયું

AMCના ઇલેક્શનમાં અમદાવાદમાં 2005 પછીનું સૌથી ઓછું મતદાન નોંધાયું

0
55

સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં થયું Ahmedabad Municipal Corporation Voting

અમદાવાદ: રવિવારના રોજ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી અને તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગઇ છે. છ મહાનગરપાલિકામાં માત્ર 42 ટકા જેટલું મતદાન થયું છે. તેમાં ય સૌથી ઓછું મતદાન અમદાવાદ મહાનગરપાલિકામાં થયુ છે. રાજ્ય ચુંટણી પંચા જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં આ વર્ષે માત્ર 32 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 2005 પછીનું સૌથી ઓછું મતદાન આ વર્ષે થયું છે. અમદાવાદમાં 2005માં 30.39ટકા મતદાન થયું હતું. જોકે ત્યારબાદ 2010માં મતદાન વધીને 44.12 ટકાએ પહોંચ્યું હતું. અને 2015ના અમદાવાદ મહાનગરપાલિકામાં 46.51 ટકા મતદાન નોંધાયું હતું. છ મહાનગરપાલિકાનું પરિણામ 23મી ફેબ્રુઆરીએ જાહેર થશે. Ahmedabad Municipal Corporation Voting

આ વર્ષે કોરોના ને કારણે લોકો મતદાન કરવા નીકળ્યા નથી તો કેટલીક જગ્યાએ નારાજ મતદારોએ પણ મતદાન ન કર્યું હોવાનું સામે આવ્યું છે. મતદાન ઓછું થતા તમામ રાજકીય પક્ષોએ અલગ-અલગ રીતે મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. પરંતુ તેમ છતાંય લોકો બહાર ન આવ્યા હોવાનું સામે આવ્યું છે. મતદાન ઓછું થતાં રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો: 2015 કરતા 2021 મહાનગરપાલિકા ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન

છ મહાનગરપાલિકામાં મતદાન ટકાવારી Ahmedabad Municipal Corporation Voting

જામનગર મહાનગરપાલિકા 49.64

રાજકોટ મહાનગરપાલિકા 45.71 ટકા

ભાવનગર મહાનગરપાલિકા 43.66 ટકા

વડોદરા મહાનગરપાલિકા 42.84 ટકા

સુરત મહાનગરપાલિકા 42.11 ટકા

અમદાવાદ મહાનગરપાલિકા 32 ટકા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં થયું. ત્યાં કુલ 49.64 ટકા મતદાન થયું. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા 45.71 ટકા મતદાન થયું. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકામાં ક્રમશ: 43.66, 42.84, 42.11 અને 32 ટકા મતદાન થયું છે.

કોરોનાના નામે દંડ અને મોંઘવારીને કારણે મતદારો પરેશાન

કોરોના મહામારીને કારણે માસ્ક ના પહેરવા બદલ લાખો રૂપિયાનો દંડ તંત્ર દ્વારા ઉઘરાવવામાં આવ્યો હતો. માસ્કના નામે તંત્ર દ્વારા 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. દંડના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાથી મતદારો પરેશાન થયા હોય તેમ લાગી રહ્યુ છે. બીજી તરફ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોચતા પણ મોંઘવારીનો માર પ્રજા પર પડ્યો છે. કોર્પોરેશન દ્વારા ખરાબ રસ્તા, ગટર અને પાણીની સમસ્યા જેમની તેમ છે અને ટ્રાફિકની સમસ્યા પણ વકરતી જઇ રહી છે. કોર્પોરેશન દ્વારા કોઇ કામ યોગ્ય રીતે ના થવાની બુમરાણ વચ્ચે પણ મતદારો પરેશાન થયા છે અને રાજકીય પક્ષોને પોતાના મત દ્વારા જવાબ આપી રહ્યા છે. Ahmedabad Municipal Corporation Voting

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat