Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં 108 કરોડના વિકાસ કામોને મંજુરી અપાઇ

AMC સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં 108 કરોડના વિકાસ કામોને મંજુરી અપાઇ

0
127
  • પૂર્વ વિસ્તારમાં પાણી, ગટર તથા ખાણીપીણી બજારના મુદ્દા ઉછળ્યા

  • ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ, વોટર ટ્રીટમેન્ટ તેમ જ ડ્રેનેજ લાઇનો મંજુર

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી (Ahmedabad Municipal Corporation Standing Committee)ની આજે મળેલી બેઠકમાં પૂર્વ વિસ્તારમાં પાણી તેમ જ ડ્રેનેજ સહિત એસ.જી. હાઇવે પર બિલાડીના ટોપની માફક ખુલી ગયેલા ફૂડ કોટના મુદ્દાઓ ઉછળ્યા હતા. આ ઉપરાંત 108 કરોડના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ સહિતના વિવિધ કામોને મંજુર કરવામાં આવી હતી.

આજની સ્ટેન્ડિંગ કમિટી (Ahmedabad Municipal Corporation Standing Committee)ની બેઠકમાં શહેરમાં ડ્રેનેજ સુવિધા, વરસાદી પાણીના નિકાલ તથા નવા વિસ્તારમાં પાણી પુરવઠા ફાળવવા તથા જૂના વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધારવા તથા ટાંકાની ક્ષમતા વધારવી, નવી પાણીની તથા ડ્રેનેજ લાઇનો નાંખવી તેમ જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓપરેશન તથા મેઇન્ટેનન્સના કામોને મંજુરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: જુહાપુરા-શાહપુરમાં વગર પરવાનગીએ તાણી દીધેલી 12 દુકાનો તોડી પડાઇ

આ બેઠક દરમિયાન કમિટીના સભ્ય જતીન પટેલે જણાવ્યું હતું કે, એસ.જી. હાઇવે પર ઠેર ઠેર ખાનગી પ્લોટ પર ખાણી પીણીના બજારો ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમને પ્લાન કાંઇ પાસ કરાવવાનું રહેતું નથી. એક પણ રૂપિયો કોર્પોરેશનને આપતા નથી. પરંતુ સર્વિસ રોડનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત ફૂડ કોર્ટ ખાતે કલર ઉખડી ગયો છે. તે કરાવવા માટે રજૂઆત કરી હતી. જયારે પૂર્વ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે તેમ જ ગટરના પાણી ઉભરાતાં હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોનાગ્રસ્તોની સેવામાં મૃત્યૃ પામેલાં Head Nurseના પરિજનોને 50 લાખની સહાય

આ બેઠક પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટી (Ahmedabad Municipal Corporation Standing Committee)ના ચેરમેન અમુલ ભટ્ટે (Amul Bhatt) જણાવ્યું હતું કે, અંદરના 10 કરોડના ખર્ચે ઉત્તર પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન વિસ્તારમાં આર.સી.સી. રોડ તેમ જ રોડ રી સરફેસીંગના કામોને મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત શહેરના ઉસ્માનપુરા ખાતે આવેલા મ્યુનિ. ગાર્ડનને સ્માર્ટ ગાર્ડન તરીકે વિકાસાવવાના કામને પણ મંજુરી આપવામાં આવી છે.

કેટલાં કરોડનું કામ   કયું છે કામ
રૂ. 8 કરોડ નવરંગપુરા મેમનગર ડ્રેનેજ પપીંગ સ્ટેશન
રૂ. 6.78 કરોડ ગુલબાઇ ટેકરા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિસ્તુતીકરણ
રૂ. 7.50 કરોડ વેજલપુર ખાતે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર
રૂ. 7 કરોડ સાબરમતી ખાતે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર
રૂ. 3.40 કરોડ વટવા નિગમ ડ્રેનેજ પંપીગ સ્ટેશનનું વિસ્તુતિકરણ
રૂ. 4.75 કરોડ ચાંદલોડિયા ડ્રેનેજ ડીસીલ્ટીંગ
રૂ. 1 કરોડ  દસ નવા પાણીના બોર
રૂ. 30 કરોડ ચાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓ. એન્ડ એમ.
રૂ. 4.65 કરોડ ચાંદલોડિયા ખાતે સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશન