Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરખેજ-ઓઢવમાં AMCની તવાઇ: ચાર ઇન્ડસ્ટ્રીયલ શેડ તોડી પાડયા

સરખેજ-ઓઢવમાં AMCની તવાઇ: ચાર ઇન્ડસ્ટ્રીયલ શેડ તોડી પાડયા

0
86
  • જમીન/પ્લોટના બાંધકામ તોડવા સાથે રસ્તા પરના દબાણો હટાવ્યા

  • સરખેજ,ઓઢવ,નારણપુરા,રાણીપ અને અસારવા વિસ્તારમાં એએમસીનો સપાટો

અમદાવાદ:અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા છેલ્લાં કેટલાંક દિવસોથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની ઝુૃૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જ આજે મંગળવારના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્રારા સરખેજના સૂચિત રીઝર્વેશન પ્લોટમાં ભળતી જગ્યામાં બિન પરવાનગીએ બાંધી દીધેલા 4 ઇન્ડસ્ટ્રીયલ શેડ તોડી પાડવામાં આવ્યા છે. તે જ રીતે ઓઢવમાં પણ ઇન્ડસ્ટ્રીયલ શેડ દૂર કરાયા છે. આ ઉપરાંત ગાભા બજારમાં બેઠેલા લોકોના કપડાંના પોટલા કબ્જે લેવામાં આવ્યા હતા. આમ કોર્પોરેશને જમીન કે પ્લોટ પર ગેરકાયદે બાંધકામ તથા રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા.

સરખેજના ઓકાફ ફતેવાડીમાં સર્વે નં. 533/1/1 અને 533/1/2માંથી કપાત થયેલી નં. 150ના સૂચિત રિઝર્વેશ પ્લોટમાં ભળતી જગ્યામાં બિન પરવાનગીએ 4 ઇન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારનું બાંધકામ શરૂ કરાયુ હતું. આ બાંધકામને આગળ વધતું રોકવા માટે સીલ કરવામાં આવ્યા હતા. તે સીલ તોડી વપરાશ ચાલુ કરવામાં આવ્યો હતો. આજે મંગળવારે સરખેજ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરાયું હતું. નેબરહૂડ સેન્ટરના રિઝર્વેશન પ્લોટ સહિતની અંદાજીત 13,213 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાર્થ હોસ્પિટલના ધાબા પરના ગેરકાયદે બાંધકામ પર AMCનો હથોડો

આ ઉપરાંત પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ઓઢવના જગન્નાથ એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડીને 1600 ચો. ફૂટની જગ્યા ખાલી કરાઇ હતી. જયારે નારણપુરામાં આવેલા રત્ સેલરમાં અંદાજે 750 ચો. ફૂટ પરવાનગી વગર બાંધી દીધેલા બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. તેમ જ રાણીપમાં બલોલનગર ચાર રસ્તા પાસેથી જાહેર રસ્તા, ફૂટપાથ પર કરવામાં આવેલું દબાણ દૂર કરાયું હતું.

જયારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે કોરોના રોગના સંક્રમણને અટકાવવા માટે દિલ્હી દરવાજા બહાર ગાભા બજાર રોડ પર માસ્ક પહેરવા બાબત તેમ જ સામાજિક અંતર જળવાતું ના હોવાથી ગાભા બજાર ખાતે રોડ પર કપડાં લઇને બેઠેલાં કપડાંના પોટલા નંગ 35 તથા પરચુરણ સામાન નંગ 17 જપ્ત કર્યા હતા. તેમ જ કોમર્શીયલ કાચા શેડ નંગ 8 દૂર કર્યા હતા. તે જ રીતે અસારવાર રત્નસાગર ચાર રસ્તાથી રામેશ્વર ચાર રસ્તા સુધીના રૂટ પરના લારી નંગ 3 અને પરચુરણ સામાન નંગ 16 દબાણગાડીમાં ભરી દબાણ ગોડાઉનમાં જમા કરાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાનો જોર ઘટ્યો, તબક્કાવાર માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં ઘટાડો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા શહેરી વિસ્તારમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ઉપસ્થિત થયા બાદ બિન અધિકુત બાંધકામ તેમ જ દબાણો દૂર કરવાની કામગીરી સ્થિગત રાખવામાં આવી હતી. તાજેતરમાં આ કામગીરી પુન સ્થાપિત કરી શહેરના દરેક વિસ્તારમાં મુખ્યત્વે વાણિજય પ્રકારના બિન અધિકુત બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ટી.પી. સ્ક્રીમ હેઠળ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સંપ્રાપ્ત થતાં પ્લોટના દબાણો દૂર કરી કબજા મેળવવાની તેમ જ ડ્રાફ્ટ સ્ક્રીમના રસ્તાના અમલીકરણની કામગીરી પણ કરવામાં આવી છે.