Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો

અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો

0
42

અમદાવાદા શહેરમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો અન્ય જગ્યાએ તડકો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં 92.57 મિ.મી. વરસાદ થયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજયમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ જોવા મળશે નહીં. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજયના 251 તાલુકાઓમાં 92 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 11.25 મિ.મી. વરસાદ થયો છે, જ્યારે સૌથી વધુ સુરતના કામરેજમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

જો કે, ડાંગ જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત્ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જેથી લોકોને ગરમીથી રાહત થઈ હતી. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતાં અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના ગામડામાં રોજેરોજ ધીમી ધારના વરસાદી માહોલને પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત્ રહેતાં ચોમાસું જામ્યું છે. સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિ કેન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતાં પ્રકૃતિ ખીલી ઊઠી હતી.

હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં હળવાથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે. મંગળવારે સવારના સમયે ઉત્તર-પશ્ચિમી અરબી સમુદ્રમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. આગામી દિવસોમાં વરસાદ વધુ ને વધુ જોર પકડશે અને પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat