Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના વેપારીઓનો નિર્ણય, હવેથી વેચાણ માટે નહીં ખરીદે ચાઈનીઝ મોબાઈલ

અમદાવાદના વેપારીઓનો નિર્ણય, હવેથી વેચાણ માટે નહીં ખરીદે ચાઈનીઝ મોબાઈલ

0
579

• ચાઈના માર્કેટના વેપારીઓની દેશદાઝ, ચાઈનીઝ મોબાઈલનો સ્ટૉક છતાં લીધો નિર્ણય
• લોકોને ચાઈનીઝ મોબાઈલથી દૂર રાખવા વેપારીઓએ મોબાઈલની કિંમતો વધારી
• ચાઈનીઝ મોબાઈલનો સ્ટોક ખાલી કરવા વેપારીઓ વિવિધ સાઈટો પર સેલર બન્યાં
• ઈન્ડિયામાં સ્માર્ટફોનના 70 ટકા માર્કેટ પર ચીનનો કબ્જો

અમદાવાદ: ગલવાન ઘાટીમાં સૈનિકો વચ્ચે હિંસક ઝડપમાં દેશના 20 જાંબાઝ જવાનો શહીદ થવાને પગલે સમગ્ર દેશમાં ચીન પ્રત્યે આક્રોશ ચરમ પર છે, ત્યારે અમદાવાદ સ્થિત ચાઈના માર્કેટ તરીકે ઓળખાતા કૉમ્પલેક્સના વેપારીઓએ દેશદાઝ દાખવતા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી તેઓએ કોઈ પણ પ્રકારના ચાઈનીઝ મોબાઈલ અને તેના સ્પેર પાર્ટ્સ નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:  મુંબઈ: બૉલિવૂડના મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે અવસાન

આટલું જ નહીં, આ વેપારીઓએ દેશને વધારે મહત્વ આપીને પોતાની પાસે રહેલા ચાઈનીઝ મોબાઈલના સ્ટૉકની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. જેથી કરીને ગ્રાહકો આવા ચાઈનીઝ મોબાઈલની ખરીદીથી દૂર રહે. આ માટે વેપારીઓ અલગ-અલગ વેબસાઈટ પરથી ઓનલાઈન મોબાઈલની ખરીદી કરીને ચાઈનીઝ મોબાઈલનો સ્ટોક ખાલી કરી રહ્યાં છે. આ વેપારીઓએ ભવિષ્યમાં ચાઈનીઝ મોબાઈલ કે ચાઈનીઝ સ્પેરપાર્ટ્સની ખરીદ-વેચાણ ના કરવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે, દેશમાં સ્માર્ટફોનનું માર્કેટ 2 લાખ કરોડ રૂપિયાનું છે, જેમાં ચીને સૌથી મોટો કબ્જો જમાવ્યો છે. ચીનની શાઓમી, વીવો, એપ્પો અને રિયલમી જેવી બ્રાન્ડ્સનો ભારતીય માર્કેટમાં દબદબો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઠેર-ઠેર ચીનનો વિરોધ થઈ રહ્યો છે. અનેક ઠેકાણે ચાઈનીઝ પ્રોડક્ટ્સની હોળી કરવામાં આવી રહી છે. આ સિવાય તાજેતરમાં મોદી સરકારને અચાનક 59 જેટલી ચાઈનીઝ એપ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેતા ચીનને મોટો ફટકો પડ્યો છે. હવે વેપારીઓએ પણ ચાઈનીઝ મોબાઈલ અને તેની એસેસરિઝ ના ખરીદ-વેચાણ પર બ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ચીનને વધુ એક ફટકો પડી શકે છે. (Image Caption: પ્રતિકાત્મક ફોટો)

હવે રશિયાના શહેર પર ડ્રેગનનો દાવો, કહ્યું- ‘1860 પહેલા વ્લાદિવોસ્તોક ચીનનું હતું’