Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > 204 પર પહોંચ્યો અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટના વિસ્તારોનો આંક

204 પર પહોંચ્યો અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટના વિસ્તારોનો આંક

0
96
  • ગુજરાતમાં કેસો ઘટયા પણ અમદાવાદમાં યથાવત
  • કોરોના કેસોમાં સતત ઉતાર ચઢાવ, અમદાવાદમાંથી 10 દૂર કરાયા, 15 ઉમેરાયાં

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના કન્ટેનમેન્ટ ઝોનનો (ahmedabad-microcontainment zone) આંકડો 204 પર પહોંચી ગયો છે. આ આંકડો ગઈકાલે 199 પર હતો. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાર-ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉમેરાયેલા વિસ્તારમાં, મણિનગર, ઇસનપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને બોડકદેવ વિસ્તારનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા

ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1404 હતો. તેની સામે આજે 1381 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા ઘટી છે. જો કે અમદાવાદમાં ગઇકાલ જેટલાં જ આજે 176 કોરોનાના કેસો નોંધાયા હોવાથી મતલબ કે યથાવત રહ્યા હતા. પરંતુ અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ(ahmedabad-microcontainment zone) વિસ્તારોમાં દૂર કરાતાં વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાતાં વિસ્તારોમાં આજે વધારો થવા પામ્યો છે. આજે માત્ર 15 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ(ahmedabad-microcontainment zone) વિસ્તારોમાંથી દૂર કરાયા હતા.

આ પણ વાંચોઃ શું સરકારની ગાઇડલાઈન ફકત મજૂર અને ગરીબ માટે?

અમદાવાદમાં ખાસ કરીને બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા આંબાવાડી વિસ્તારોનો નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ થાય છે. આજે શહેરના બે ઝોન ઉત્તર પશ્ચિમ ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં ચાર ચાર તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ત્રણ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ રહ્યા છે.

કન્ટેઇનમેન્ટ ઝોનનો નિર્ણય ક્યાં લેવાયો

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 199 માઇક્રો કન્ટેઇન્મેન્ટ(ahmedabad-microcontainment zone) વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 15 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કોરોનાને માત આપી આવેલા BJP કોર્પોરેટરના સ્વાગતમાં મેળાવડો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

કયા વિસ્તારો સમાવાયા, કયા દૂર કરાયા

આમ 199 વિસ્તારોમાંથી 10 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 189 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 15 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 204 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોન, અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાર ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં વટવા, મણિનગર, ઇસનપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને બોડકદેવ વિસ્તારનો સમાવેશ થાય છે. .

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 30 સપ્ટેમ્બરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાન પર આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.