Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચાંદખેડાના પાર્શ્વનાથ મેટ્રોસિટીના 220 મકાનોના 880 રહીશો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા

ચાંદખેડાના પાર્શ્વનાથ મેટ્રોસિટીના 220 મકાનોના 880 રહીશો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા

0
105
  • અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટના વિસ્તારો 205 થયા

  • અમદાવાદ અને ગુજરાતમાં સામાન્ય કેસોની સંખ્યામાં વધારો

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલે 1381 હતો. તેની સામે આજે 1390 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા વધી છે. જો કે અમદાવાદમાં ગઇકાલ કરતાં આજે ત્રણ કેસો વધીને આંકડો 179 થયો છે. પરંતુ અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં દૂર કરાતાં વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાતાં વિસ્તારોમાં આજે એક જ વિસ્તારનો વધારો થયો છે. તેમ છતાં અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 205 પર પહોંચ્યો છે. આજે માત્ર 11 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. આજે શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના ચાર અને દક્ષિણ તથા પશ્ચિમ ઝોનના ત્રણ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ રહ્યા છે. તેમાંય સૌથી વધુ ચાંદખેડાના પાર્શ્વનાથ મેટ્રોસિટીના બે બ્લોક ઝેડ અને કયુ બ્લોકના 220 મકાનોના 880 લોકો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે.

આ પણ વાંચો: ગુરુવારે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમેટીની બેઠક, પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને ફી ભરવામાંથી મુક્તિ અપાશે

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 204 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 10 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 11 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 204 વિસ્તારોમાંથી 10 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 194 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 11 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો વળી પાછો 205 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનના ત્રણ ત્રણ વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં સરખેજ, વેજલપુર, સાઉથ બોપલ ઉપરાંત જોધપુર, ઘોડાસરના ત્રણ તથા ચાંદખેડાના બે વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પીઆઈ માટે લાગ્યા ‘હિન્દૂઓ કા શેર’ના નારા: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 1લી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.