Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના વધુ 10 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદના વધુ 10 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

0
127

સૌથી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ નોર્થ વેસ્ટ ઝોન માં જાહેર કર્યા છે Ahmedabad Micro Containment Zone

અમદાવાદ: બુધવારના રોજ અમદાવાદ શહેરમાં 302 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ આઠ દર્દીના મોત કોરોનાના કારણે થયા છે. કોરોના કેસ વધવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશન દ્વારા નવા 10 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમજ 11 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જે સાથે હવે અમદાવાદમાં કુલ 300 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર છે. Ahmedabad Micro Containment Zone

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારના રોજ જાહેર કરેલા અમદાવાદમાં સૌથી વધુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નોર્થ વેસ્ટ ઝોનમાં છે. નોર્થ વેસ્ટ ઝોનમાં 4 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કર્યા છે, ત્યાર બાદ સાઉથ ઝોનમાં 3 વિસ્તાર તેમજ વેસ્ટ ઝોનમાં 2 વિસ્તાર અને ઈસ્ટ ઝોનમાં 1 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ તરીકે જાહેર કર્યા છે. Ahmedabad Micro Containment Zone

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસ ફરી 1500ને પાર, અમદાવાદમાં 325 સંક્રમિત

માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારની યાદી નીચે મુજબ છે.

1.ચાંદલોડિયા, નિર્માણ રીજોઈશ-60 ઘર
2.ચાંદલોડિયા,અકાંશા શેવી સ્વરાજ-48 ઘર
3.ગોતા, પચામૃત બંગલોઝ પાર્ટ 2-8 ઘર
4.થલતેજ, હરિઓમ પાર્ક-36 ઘર
5.ઉસ્માનપુરા, શ્રી નિકેતન ટાવર-4 ઘર
6.નારણપુરા, સમર્પણ ટાવર-6 ઘર
7.ઓઢવ, ચંદ્રનગર સોસાયટી-88 ઘર
8.ઇસનપુર, નવરચના સોસાયટી-8 ઘર
9.ઇસનપુર, ભગવાન નગર સોસાયટી-12 ઘર
10. મણિનગર, ઉષા કિરણ એપાર્ટમેન્ટ-20 ઘર

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં વધુ કોરોનાના 1,512 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 14 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઇ ગઇ છે જ્યારે 4,018 લોકોના મોત થયા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9